Not Set/ RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત અંગે પૂર્વ રાષ્ટ્રપતિએ આપી પ્રતિક્રિયા, કહ્યું,”જે મારે કહેવું છે, તે હું નાગપુરમાં જ કહીશ”

કોલકાતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર નાગપુર ખાતે ૭ જૂનના રોજ યોજાનારા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહેવાના છે. પૂર્વ રાષ્ટ્રપતિની આ ખાસ ઉપસ્થિતિને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રણવ મુખર્જીએ પહેલીવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રણવ મુખર્જીએ RSSમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોતાની ઉપસ્થિતિ અંગે જણાવ્યું, […]

Top Stories India
bhagwat pranab 1 RSSના કાર્યક્રમમાં ઉપસ્થિત અંગે પૂર્વ રાષ્ટ્રપતિએ આપી પ્રતિક્રિયા, કહ્યું,"જે મારે કહેવું છે, તે હું નાગપુરમાં જ કહીશ"

કોલકાતા,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર નાગપુર ખાતે ૭ જૂનના રોજ યોજાનારા પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપસ્થિત રહેવાના છે. પૂર્વ રાષ્ટ્રપતિની આ ખાસ ઉપસ્થિતિને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે પ્રણવ મુખર્જીએ પહેલીવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

પ્રણવ મુખર્જીએ RSSમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોતાની ઉપસ્થિતિ અંગે જણાવ્યું, “જે પણ મારે કહેવું છે, તે હું નાગપુરમાં જ કહીશ. મને આ અંગે ઘણા પત્રો આવી ચુક્યા છે તેમજ લોકોએ મને ફોન પર કર્યો છે, પરંતુ હું એ કોઈનો જવાબ આપ્યો નથી”.

બંગાળી અખબાર આનંદ બજાર પત્રિકાને આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં આ પૂર્વ રાષ્ટ્રપતિએ આ નિવેદન આપ્યું હતું.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને સી કે જાફર દ્વારા પણ પ્રણવ મુખર્જીને પત્ર લખીને કાર્યક્રમમાં જવા માટેના નિર્ણય પર વિચાર કરવા કહ્યું હતું. જયરામ રમેશે જણાવ્યું, “તેઓએ પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યું હતું કે, તેઓ જેવા વિધવાન અને સેક્યુલર વ્યક્તિને આરએસએસ સાથે નિકટતા ન રાખવી જોઈએ. RSSના કાર્યક્રમમાં જવાથી દેશમાં સેક્યુલર માહોલ પર ખોટી અસર પડતી હોય છે.

પૂર્વ રાષ્ટ્રપતિ RSSના નાગપુર સ્થિત હેડક્વાર્ટરમાં આયોજિત કરાયેલા પ્રશિક્ષણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર માટેનું આમંત્રણ સ્વીકાર્યું હતું. આઉપસ્થિતિને લઇ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જયારે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, ” મુખર્જીનું RSSનું આમંત્રણ સ્વીકાર કરવું એ એક સારી પહેલ છે”.

મહત્વનું છે કે, નાગપુરના રેશમીબાગ મેદાન પાર આયોજિત થવા જઈ રહેલા તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ ન માત્ર મેદાન પર આયોજિત સ્વયંસેવકોની પાસિંગ આઉટ કાર્યક્રમના ભાગ રહેશે, સાથે સાથે પોતાના વિચારો પણ લોકોને જણાવશે.