Record Rain deficit/ ઓગસ્ટમાં દેશમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ

સમગ્ર દેશમાં  100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ 2023માં જોવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ખાધ જોવા મળી રહી છે.

Top Stories India
August rain Deficit ઓગસ્ટમાં દેશમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં  100 વર્ષમાં August Rain Deficit સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ 2023માં જોવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ખાધ જોવા મળી રહી છે. રોઇટર્સે તેના અહેવાલમાં હવામાન વિભાગના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે 1901 પછી દેશમાં ઓગસ્ટ 2023માં સૌથી ઓછો વરસાદ થવાની ધારણા છે.

વરસાદ ખેંચાવવાના લીધે ખાદ્યપદાર્થોના ફુગાવામાં August Rain Deficit ઉછાળો જોવા મળી શકે છે. કારણ કે વરસાદના અભાવે ખરીફ પાકોના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે. આ ખરીફ સિઝનમાં ચોખાથી લઈને સોયાબીનના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ઓછો વરસાદ આવતા રવી સિઝનમાં ઉગાડવામાં આવતા પાકના ઉત્પાદનને અસર કરી શકે છે, જેમાં ઘઉં અને સરસવનો સમાવેશ થાય છે.

ઘઉંની ખેતી માટે ખેતરોમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. આ August Rain Deficit ચોમાસાની સિઝનમાં ઓછા વરસાદને કારણે મોંઘવારી વધવાનો ભય છે. જુલાઈ મહિના માટે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છૂટક મોંઘવારી દર વધીને 7.44 ટકા અને ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા પર પહોંચી ગયો છે. લીલોતરી અને શાકભાજી ઉપરાંત ઘઉં, ચોખા અને કઠોળના ભાવ પણ વધવા લાગ્યા છે. જો ઓછો વરસાદ થશે તો મોંઘવારી વધુ વધી શકે છે.

 

આ પણ વાંચોઃ INDIA Coalition/ ‘INDIA’નું ભવિષ્ય કેવું હશે? કેજરીવાલે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ જોડાણથી અલગ રસ્તો અપનાવ્યો

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ વરસાદે સર્જી તારાજી, હિમાચલ પ્રદેશમાં 7500 કરોડનું નુકસાન

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા પર રાજકીય યુદ્ધ, જાણો સમગ્ર વિવાદ અને શું છે તેનો ઈતિહાસ

આ પણ વાંચોઃ Suicide/સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત,સુરતમાં બે મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ કરી હતી આત્મહત્યા

આ પણ વાંચોઃ નકલી ડોક્ટર પણ છેતરપિંડી અસલી/દિલના ડોકટરે અનેક મહિલાઓનો ચોર્યા દિલ, 4.5 કરોડની કરી છેતરપિંડી