નવી દિલ્હી,
પાકિસ્તાન પોતાના ચીન સાથેનાં સંબંધોને લઇને હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. હાલમાં જ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન ચીનની મુલાકાતે પહોચ્યા. જ્યા તેમનુ સ્વાગત કરવા ન ચીનનાં પ્રધાનમંત્રી, ન રાષ્ટ્રપતિ અને ના કોઇ અન્ય નેતાઓએ હાજરી આપી. તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન ઇમરાન ખાન ‘બેલ્ટ એન્ડ રોડ’ સમિટમાં જોડાવવા ચીનમાં ચાર દિવસનાં પ્રવાસે છે. જ્યા તેમનુ સ્વાગત બીજીંગની મ્યુનિસિપલ કમેટીની ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગે કર્યુ.
પાકિસ્તાનનાં ઇમરાન ખાને ચીન પહોચતા પહેલા કહ્યુ હતુ કે, ચીન તેનુ સૌથી નજીકનો મિત્ર છે અને ભાઇ છે. હુ એકબીજાનાં દેશનાં હિત માટેનાં દરેક મુદ્દાઓ પર પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવા માટે પરમ મિત્રો રાષ્ટ્રપતિ શી અને પ્રીમીયર લી ને મળવા ઉત્સાહિત છુ. તમને જણાવી દઇએ કે, ઇમરાન ખાનનાં સ્વાગત માટે ચીનનાં કોઇ કદ્દાવર નેતા, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આવ્યા નહોતા. જે બાદ કહી શકાય છે કે પાકિસ્તાન માટે ચીન શું વિચાર રાખી રહ્યુ છે. ચીનમાં પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સાથે થયેલા આ પ્રકારનાં વ્યવહાર બાદ પાકિસ્તાનની જનતા ગુસ્સે ભરાઇ છે. વળી સોશીયલ મીડિયામાં પાકિસ્તાન અને ઇમરાન ખાનની લોકોએ ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.
પાકિસ્તાન સાથે ચીનનાં કેવા સંબંધ છે તેની ઝલક ઇમરાનનાં ચીનમાં સ્વાગત બાદ જોવા મળી હતી. જેને લઇને એક ટ્વીટર યુઝર્સે પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યુ કે, અમે ચીનનું સ્વાગત સીમા પર જેએફ17 થંડર ફાઇટર વિમાન મોકલાવીને કરીએ છીએ અને જુઓ તે આપણુ સ્વાગત કેવી રીતે કરે છે.
Mayor of Islamabad #ImranKhan being welcomed by the deputy mayor of #Beijing pic.twitter.com/iNS493YWkl
— Mohammad Taqi (@mazdaki) April 25, 2019
વળી એક ટ્વીટર યુઝર્સે તેના જવાબમાં લખ્યુ કે, ચીન જાણે છે કે ભિખારીનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? જ્યારે પણ નવા પાક પીએમ ચીન જાય છે, તે ભીખ માંગવાનું શરૂ કરી દે છે.

