Dr Ashok Siddharth Resigns from Politics: બહુજન સમાજ પાર્ટી એટલે કે BSPમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે મોટો રાજકીય વળાંક આવ્યો છે. પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ અને નેશનલ કોઓર્ડિનેટર રહી ચૂકેલા ડૉ. અશોક સિદ્ધાર્થે રાજકારણમાંથી સંપૂર્ણ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે અશોક સિદ્ધાર્થ BSP સુપ્રીમો માયાવતીના(Mayawati) ભત્રીજા આકાશ આનંદના સસરા પણ છે. તેમની જાહેરાત બાદ હવે સૌની નજર આકાશ આનંદને પાર્ટીમાં ફરી મોટી જવાબદારી મળે છે કે નહીં તેના પર છે.
परम आदरणीय बहन जी सादर चरण स्पर्श!
माननीया बहन जी आपको अवगत कराना है कि, मेरे लिए आपका आदेश दुनिया की किसी भी चीज़ से बढ़ कर है। आपके आदेश के आगे मेरे रिश्ते नाते, परिवार सभी बेहद छोटे हैं। आपके मार्गदर्शन में, मैं बीते पैंतीस वर्षों से बीएसपी और मान्यवार साहेब श्री…
— Ashok Siddharth BSP (@MP_SiddharthBSP) September 10, 2026
‘બહુજન મિશન મારા માટે પરિવારથી પણ મોટું’
અશોક સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબો પત્ર જાહેર કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી. તેમણે કહ્યું કે તેમના માટે માયાવતીનું(Mayawati) માર્ગદર્શન અને કાંશીરામ તથા બાબાસાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલું બહુજન મિશન કોઈપણ વ્યક્તિગત સંબંધ, પદ કે પરિવાર કરતાં વધારે મહત્વનું છે. તેમના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 35 વર્ષથી BSP અને બહુજન આંદોલનના વિચારો સાથે જોડાયેલા રહ્યા છે.

માયાવતીને ગણાવ્યા રાજકીય ગુરુ
માયાવતીને(Mayawati) સંબોધતા અશોક સિદ્ધાર્થે તેમને પોતાની રાજકીય ગુરુ અને મોટી બહેન ગણાવ્યા. તેમણે પોતાના રાજકીય જીવનમાં મળેલી જવાબદારીઓ અને સન્માનનો શ્રેય પણ માયાવતીને આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે જો માયાવતીને એવું લાગે છે કે તેમના રાજકારણમાં સક્રિય રહેવાથી બહુજન મિશનને નુકસાન થઈ રહ્યું છે, તો તેઓ તરત જ રાજકીય અને સામાજિક જીવનમાંથી દૂર થવા તૈયાર છે. અશોક સિદ્ધાર્થ સામે આકાશ આનંદને ગેરમાર્ગે દોરવાના અને પાર્ટી પર પ્રભાવ જમાવવાના આરોપો પણ લાગ્યા હતા. જોકે તેમણે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે આકાશ આનંદ માયાવતીના ભત્રીજા અને તેમના પોતાના દામાદ છે. આકાશે લાંબો સમય માયાવતીના માર્ગદર્શન હેઠળ રાજકારણ શીખ્યું છે, તેથી પોતે તેમને ગેરમાર્ગે દોરી શકે તેવો સવાલ જ નથી.
Mayawatiએ સંન્યાસને ગણાવ્યો ‘સાચો નિર્ણય’
અશોક સિદ્ધાર્થના નિર્ણય બાદ માયાવતીએ(Mayawati) પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. સાથે જ તેમણે દાવો કર્યો કે જો અશોક સિદ્ધાર્થે આ નિર્ણય અગાઉ જ લઈ લીધો હોત તો BSP, બહુજન આંદોલન અને આકાશ આનંદને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો ઓછો કરવો પડ્યો હોત.
1. आज श्री अशोक सिद्धार्थ द्वारा राजनीति से संन्यास लेने की घोषणा अति-देर से उठाया गया यह सही क़दम है।
2. वैसे लोगों का यही कहना है कि अगर यह फैसला वे काफी पहले ही ले लेते तो बी.एस.पी., बहुजन समाज व बहुजन मूवमेन्ट तथा उनके दामाद श्री आकाश आनन्द को भी लगातार विपरीत परिस्थितियों…— Mayawati (@Mayawati) September 10, 2026
હવે આકાશ આનંદની વાપસીની ચર્ચા તેજ
માયાવતીએ(Mayawati) અગાઉ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે અશોક સિદ્ધાર્થ રાજકારણથી સંપૂર્ણપણે દૂર થાય તો જ આકાશ આનંદ માટે ફરીથી પાર્ટીમાં સક્રિય રીતે કામ કરવાનો માર્ગ સરળ બનશે. હવે અશોક સિદ્ધાર્થના સંન્યાસ બાદ આકાશ આનંદને ફરી મોટી જવાબદારી સોંપવામાં આવે છે કે નહીં તેના પર રાજકીય વર્તુળોની નજર છે. આ નિર્ણયથી BSPની અંદરની ખેંચતાણમાં આગામી દિવસોમાં શું ફેરફાર આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
