Entertainment News : માત્ર રૂ. 2 કરોડના બજેટમાં બનેલી આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને અત્યાર સુધીમાં રૂ. 170 કરોડથી વધુની જબરદસ્ત કમાણી કરી ચૂકી છે. આ અકલ્પનીય સફળતા બાદ હવે ફેન્સ તેના બીજા ભાગ ‘હનુમાન અંશ 2’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીમ કરોલી બાબાના જીવન અને તેમની અપરંપાર આસ્થા પર આધારિત આ ફ્રેન્ચાઈઝીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના કેમિયો (વિશેષ ભૂમિકા) ને લઈને બોલિવૂડમાં ગરમાવો આવી ગયો છે.
Hanuman Ansh : પ્રોડ્યુસરે સસ્પેન્સ જાળવ્યું, દિગ્ગજોનો સંપર્ક કરાયો
એક તાજેતરના ઈન્ટરવ્યૂમાં ફિલ્મની પ્રોડ્યુસર નમ્રતા સિંહે (Namrata Singh) વિરાટ અને અનુષ્કાના કાસ્ટિંગ અંગે સસ્પેન્સ જાળવી રાખતા જણાવ્યું કે બીજા ભાગ માટે દેશની કેટલીક જાણીતી હસ્તીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે અને અવારનવાર ઉત્તરાખંડના કૈંચી ધામ (Kainchi Dham) ની મુલાકાત લેતા રહે છે. તેથી જ ચાહકોમાં અટકળો તેજ બની છે કે આ સ્ટાર કપલ ‘હનુમાન અંશ 2’ માં ખાસ અવતારમાં નજરે પડી શકે છે.
3 ભાગમાં રજૂ થશે નીમ કરોલી બાબાની આધ્યાત્મિક ગાથા
નિર્માતાઓ અનુસાર, આ ફિલ્મ સીરિઝ કુલ ૩ ભાગમાં નિર્માણ પામશે
પહેલો ભાગ: ભારતમાં આવેલા નીમ કરોલી બાબાના અનન્ય ભક્તોની જીવનયાત્રા (Life’s Journey)અને તેમની શ્રદ્ધા પર આધારિત છે.
ત્રીજો ભાગ: વૈશ્વિક સ્તરે ફેલાયેલી બાબાની આસ્થાને આવરી લેશે. જેમાં સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, ટ્વિટર ફાઉન્ડર જેક ડોર્સી અને હોલિવૂડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સની બાબા પ્રત્યેની ભક્તિ દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો :નોરા ફતેહી સામે ગાંધીનગર કોર્ટમાં 3 કરોડનો માનહાનિ દાવો, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો :બિગ બોસમાં સલમાન ખાન કેમ પહેરે છે હેટ કેપ? ‘SVC 63’ ના નવો લુક અને ‘મોન્સ્ટર’ ટીઝર વિગતો આવી સામે
આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ જ્યારે સેટ પર વગર પૂછ્યે સ્પર્શ કરનાર સાઉથના કલાકારને મારી દીધી થપ્પડ!
