Entertainment News : રિયાલિટી શો બિગ બોસની નવી સિઝનમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)નો અનોખો કાઉબોય લુક (Cowboy look)અને માથા પર હેટ કેપ ચાહકોમાં ભારે કૌતુક સર્જી રહી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી કે સલમાન આ સ્ટાઈલ પાછળ પોતાનો નવો લુક છુપાવી રહ્યો છે. હવે તેની આગામી મોટા બજેટની ફિલ્મ ‘SVC 63’ (કામચલાઉ નામ: ‘મોન્સ્ટર’) ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન દક્ષિણ ભારતીય સિનેમાની લેડી સુપરસ્ટાર નયનતારા સાથે અગાઉ ક્યારેય ન જોયેલા અત્યંત આક્રમક અવતારમાં નજરે પડશે.
Salman Khan : ‘SVC 63’ ના ટીઝરમાં સલમાનનો ટાલ અને હિંસક લુક
દિગ્દર્શક વામશી પૈદિપલ્લી (Vamshi Paidipally)અને નિર્માતા દિલ રાજુના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું સત્તાવાર ટીઝર ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે.અહેવાલો મુજબ, ટીઝરમાં સલમાન ખાન શર્ટલેસ અને ટાલ (બાલડ) લુકમાં મૃતદેહોની વચ્ચેથી ઊભા થઈને છરી કાઢતો જોવા મળશે.આ ડાર્ક અને હિંસક સિક્વન્સની સરખામણી સોશિયલ મીડિયા યુઝર્સ ‘KGF’ જેવી મોટો ધમાકો કરનારી ફિલ્મો સાથે કરી રહ્યા છે.
2027 ની ઈદ પર બોક્સ ઓફિસ પર મોટો ધમાકો
પોતાની પાછલી ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને ‘સિકંદર’ પછી સલમાન ખાન આ સાઉથ માસ એક્શન ફિલ્મ દ્વારા જબરદસ્ત વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. આ મોટો પ્રોજેક્ટ 2027 ની ઈદના તહેવાર પર થિયેટરોમાં ધૂમ મચાવવા માટે શિડ્યુલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : એ.આર. રહેમાનની આશા ભોંસલેને વિશેષ શ્રદ્ધાંજલિ; AI ટેકનોલોજીથી રજૂ થશે ‘આશા ફોરએવર’ ગીત
આ પણ વાંચો :રાધિકા આપ્ટેએ જ્યારે સેટ પર વગર પૂછ્યે સ્પર્શ કરનાર સાઉથના કલાકારને મારી દીધી થપ્પડ!
આ પણ વાંચો :પ્રિયંકા ચોપડાએ મેરી કોમને કર્યું ચિયર, Bigg Boss 20ના સ્પર્ધકોને આપી ચેતવણી
