Food Recipe/ બ્રેડ પકોડા બનાવો એર ફ્રાયરમાં…બનશે તદ્દન ક્રિસ્પી અને ટેસ્ટી…નવીન રેસિપી..!

એર ફ્રાયરમાં એકદમ સરળતાથી માત્ર 10 જ મિનિટમાં તેલ વિનાના ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડા (Bread Pakora without Oil) તૈયાર થઇ જશે…

Trending Food Health & Fitness Lifestyle
Bread Pakora...એર ફ્રાયરમાં ફટાફટ બનાવો એ પણ તેલ વિના!

Food Recipe: આજ કાલ લોકો સ્વાસ્થ્ય (Health) પ્રત્યે જાગૃત થઈ ગયા છે અને લોકો એર ફ્રાયર (Air Fryer)નો ઉપયોગ પણ કરે છે. એમાં માત્ર 10 જ મિનિટમાં તેલ વિનાના ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડા (Bread Pakora without Oil) તૈયાર થઇ જશે.

એર ફ્રાયરમાં વાનગી તેલ કે ઘી વિના બનાવી શકાય છે અને એ એકદમ કરારી બને છે! એ ચોંટતી પણ નથી. પરંતુ એમાં કઈ-કઈ વાનગીઓ બનાવી શકાય એ વિશેની ઓછી જાણકારી પ્રવર્તે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એમાં તમે તેલ વિના બ્રેડ પકોડા (Bread Pakora) પણ બનાવી શકો છો!

આ માટે તમારે નોર્મલ બ્રેડ પકોડા માટે કરતા હો એવી જ તૈયારી કરવાની રહેશે. ફક્ત બેસનનો ઘોળ બનાવો એ સહેજ ઘટ્ટ રાખવાનો રહેશે. અગાઉની તૈયારીને બાદ કરતાં, એકદમ સરળતાથી માત્ર 10 જ મિનિટમાં તેલ વિનાના ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડા (Bread Pakora without Oil) તૈયાર થઇ જશે.

શી રીતે બનાવશો એર ફ્રાયરમાં બ્રેડ પકોડા? (Bread Pakora in Air Fryer Recipe)

એર ફ્રાયરમાં બ્રેડ પકોડા બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

બ્રેડ પકોડા બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

1 કપ બેસન

2 બાફેલા બટાટા

લાલ મરચું

ગરમ મસાલા

આમચૂર પાવડર

ઝીણી સમારેલી કોથમીર

ક્રશ કરેલા આખા ધાણા

જીરા પાવડર

અજમો

ઝીણા સમારેલા લીલા મરચાં

પાણી આવશ્યકતા અનુસાર

સ્વાદાનુસાર મીઠું

8 બ્રેડ સ્લાઈઝ

કોથમીર-ફુદીનાની લીલી ચટણી

બજારના બ્રેડ પકોડા

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ બ્રેડ પકોડા માટે બટાટાનું સ્ટફિંગ (Potato Stuffing) તૈયાર કરી લો. એ માટે 2 બટાટા બાફીને ઠંડા કરીને મૅશ કરો.

2. ત્યાર બાદ એમાં મસાલો કરી દો. એક બાઉલમાં લાલ મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલા, ઝીણી સમારેલી કોથમીર, ક્રશ કરેલા આખા ધાણા, જીરા પાવડર, ઝીણા સમારેલા લીલા મરચાં અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.

3. તમારો સ્ટફિંગ માટેનો બટાટાનો મસાલો તૈયાર છે.

4. એક બ્રેડ સ્લાઈઝ લઈને એની ઉપર લીલી ચટણી લગાવી દો. અને ઉપર બટાટાનો મસાલો લગાવી લો. હવે એની ઉપર એક બ્રેડ સ્લાઈઝ (Bread Slice) મૂકીને સહેજ દબાવી દો. આ રીતે બધી સ્લાઈઝ તૈયાર કરી લેવી.

5. પકોડા માટે બેસનનું બેટર (Besan Better) બનાવો. આ માટે એક બાઉલમાં બેસન, મીઠું, લાલ મરચું અને મસળેલો ચપટી અજમો ઉમેરી દો.

6. બેટરને ઘટ્ટ રાખવું જેથી બ્રેડ સ્લાઈઝ પર સારી રીતે લાગી જાય.

7. એર ફ્રાયરને 5 મિનિટ પ્રિહીટ કરી લો. હવે સ્ટફ બ્રેડને બંને તરફથી બેટરમાં ડીપ કરી લો.

8. એર ફ્રાયર ટ્રેમાં મૂકીને 160 ડિગ્રી પર બંને તરફથી 10 મિનિટ માટે પકોડાને શેકી લો. એક સાઈડ થઈ જાય પછી પલટાવીને સહેજ તેલ લગાવી અન્ય સાઈડ પણ સોનેરી ક્રિસ્પી થવા દો.

તો રેડી છે એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બેસન સ્ટફ બ્રેડ પકોડા (Stuffed Bread Pakora)! એ જ રીતે બધા જ બ્રેડ પકોડા બનાવી લેવા. આ બ્રેડ પકોડા ખાવામાં જરાય ઓઇલી ફીલ નહિં થાય અને આ વેટ લૉસ જર્ની (Weight Loss Journey)માં મદદગાર રેસિપી છે. માર્કેટના તેલથી તરબતર બ્રેડ પકોડાથી ઘણા હૅલ્ધી અને ટેસ્ટી (Healthy Recipe) બનશે. તમે એને ગ્રીન ચટણી કે ટોમેટો કેચ અપ અથવા ચા સાથે સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: વધેલી બ્રેડના બનાવો મેંદુવડા….સ્વાદમાં લાજવાબ! જાણો…એને બનાવવાની અત્યંત સરળ રેસિપી…

આ પણ વાંચો: બ્રેડની વધેલી કિનારીઓને રખે ફેંકતા..! આ 5 પ્રકારે આહારમાં કરો ઉપયોગ…જાણો સ્માર્ટ ટિપ્સ..!