Not Set/ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂર્વ વકીલને ૩ વર્ષની જેલ, કહ્યું ખરાબ કામ છુપાવવા મારી જવાબદારી હતી

ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેનને કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી છે. ચૂંટણી દરમ્યાન પૈસાનો દુરુપયોગ કરવા બદલ અને બીજા ઘણા અપરાધ બદલ બુધવારે તેમને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોહેન પર બે મહિલાના કેસમાં પૈસા આપીને કેસ જતો કરવાનો આરોપ પણ છે જે અમેરિકાના રાષ્ટ્રપતિને સંબંધી હતા. કોર્ટમાં કોહેને કહ્યું કે ટ્રમ્પના ખરાબ […]

Top Stories World Trending

ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઈકલ કોહેનને કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી છે. ચૂંટણી દરમ્યાન પૈસાનો દુરુપયોગ કરવા બદલ અને બીજા ઘણા અપરાધ બદલ બુધવારે તેમને ૩ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

કોહેન પર બે મહિલાના કેસમાં પૈસા આપીને કેસ જતો કરવાનો આરોપ પણ છે જે અમેરિકાના રાષ્ટ્રપતિને સંબંધી હતા. કોર્ટમાં કોહેને કહ્યું કે ટ્રમ્પના ખરાબ કામને લોકો સમક્ષ ન લાવવા તે મારી જવાબદારી હતી.

વધુમાં તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ સંબંધી મામલામાં હું મારા અપરાધનો સ્વીકાર કરું છુ અને બધી જવાબદારી મારા પર લઉં છુ.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલને ન્યુયોર્કની સદર્ન કોર્ટે ૩૬ મહિનાની જેલ ફટકારી છે.