રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ રાજ્યની વિધાનસભા ચુંટણીમાં મળેલી હાર બાદ આજે દિલ્લીમાં બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ મીટીંગ યોજવાના છે.
આ મીટીંગમાં હાલમાં પાંચ રાજ્યોની ચુંટણીમાં થયેલાં પરાજયની ચર્ચા કરવામાં આવશે. આ સિવાય 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે.
BJP President Amit Shah to chair a meeting at BJP headquarters in Delhi today to discuss the defeat in recent assembly elections in 5 states & to plan agenda for 2019 General Elections. State Presidents and State in-charges of BJP will be present in the meeting. pic.twitter.com/g2o6MoKaZj
— ANI (@ANI) December 13, 2018
દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલયમાં પાર્ટીની આ બેઠક થવાની છે. આ મીટીંગમાં બીજેપી સ્ટેટ પ્રેસિડેન્ટ અને સ્ટેટ ઇન ચાર્જ હાજરી આપશે.
વર્ષ 2019ની લોક સભા ચુંટણી પહેલાં મીટીંગમાં રોડમેપ તૈયાર કરવામાં આવશે.
આ સિવાય આજે બીજેપી પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ પણ થવાની છે. આ મીટીંગ પીએમ મોદી દ્વારા લેવામાં આવશે. આગામી લોકસભા ચુંટણીનાં ચાર મહિના પહેલાં મળેલી હાર પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે આખરે ક્યાં ચૂક રહી ગઈ હતી.
Delhi: Union Agriculture Minister Radha Mohan Singh, Union Minister of State for External Affairs VK Singh, arrive for BJP Parliamentary Party meeting pic.twitter.com/hMZR3ZkeVN
— ANI (@ANI) December 13, 2018
