Not Set/ લોકસભા ચુંટણી 2019: ભાજપનું ત્રીજું લિસ્ટ થયું જાહેર, બંગાળમાં આપી મુસ્લિમ મહિલાને ટિકિટ

નવી દિલ્હી, 2019 માં લોકસભાની ચૂંટણી માટે ભાજપે પશ્ચિમ બંગાળથી એક મુસ્લિમ મહિલાને ઉમેદવાર બનાવી છે. પશ્ચિમ બંગાળના જંગીપુરથી ભાજપે મફુજા ખાતૂનને ટિકિટ આપી છે.જણાવીએ કે આ બેઠક પરથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ચુંટણી લડ્યા હતા. હાલ કોંગ્રેસે અહીંથી તેમના પુત્ર અભિજીત મુખર્જીને ટિકિટ આપી છે. લોકસભા ચૂંટણી 2019 માટે દેશની બધી જ પાર્ટીઓએ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

2019 માં લોકસભાની ચૂંટણી માટે ભાજપે પશ્ચિમ બંગાળથી એક મુસ્લિમ મહિલાને ઉમેદવાર બનાવી છે. પશ્ચિમ બંગાળના જંગીપુરથી ભાજપે મફુજા ખાતૂનને ટિકિટ આપી છે.જણાવીએ કે આ બેઠક પરથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ ચુંટણી લડ્યા હતા. હાલ કોંગ્રેસે અહીંથી તેમના પુત્ર અભિજીત મુખર્જીને ટિકિટ આપી છે.

લોકસભા ચૂંટણી 2019 માટે દેશની બધી જ પાર્ટીઓએ તૈયાર છે અને સતત તેમના ઉમેદવારોની નવી લિસ્ટ જારી કરી  રહી છે. આ જ ક્રમમાં શાસક બીજેપીએ ઉમેદવારોની ત્રીજી લિસ્ટ જાહેર કરી છે. આ યાદીમાં ભાજપના 11 ઉમેદવારોના નામ છે. જેમાંથી છ ઉમેદવારો તેલંગણા, 3 ઉત્તર પ્રદેશ અને એક કેરળ અને પશ્ચિમ બંગાળ માટે એક-એક બેઠક પર ઉમેદવારોના નામ જારી કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશની આ ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત..

ભાજપે ઉત્તર પ્રદેશના કૈરાના, નગીના અને બુલંદશહેર બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી છે. બુલંદશહેરથી ભોલા સિંહને ટિકિટ આપવામાં આવી છે. તો નગીના લોકસભા બેઠકથી જ્યારે ડો. યશવંતને ઉમેદવાર બનાવ્યો છે. કૈરાનાથી પાર્ટીએ પેટાચૂંટણી હારેલ મૃગાંકા સિંહની પત્તું કટ કરતા પ્રદીપ ચૌધરીને ટિકિટ આપી છે.