Not Set/ ગુજરાતમાંથી BJP માટે ખુશખબરી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતથી જ મોદી સરકાર પર વાર કરી રહિ છે પણ આ બધાની વચ્ચે BJP માટે ખુશખબરી આવી છે. ગુજરાતમાં થયેલી પેટાચૂંટણીમાં બીજેપીને એક મોટી જીત હાંસિલ થઈ છે. કુલ 8 સીટોમાં BJP માંથી 6 સીટો જીતી છે. ભાજપે 7 જિલ્લાઓની 7 નગર નિગમ […]

India

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતથી જ મોદી સરકાર પર વાર કરી રહિ છે પણ આ બધાની વચ્ચે BJP માટે ખુશખબરી આવી છે. ગુજરાતમાં થયેલી પેટાચૂંટણીમાં બીજેપીને એક મોટી જીત હાંસિલ થઈ છે. કુલ 8 સીટોમાં BJP માંથી 6 સીટો જીતી છે.

ભાજપે 7 જિલ્લાઓની 7 નગર નિગમ ચૂંટણીમાં 5 સીટો જીતી છે. આ સિવાય પણ એક તાલુકા સીટ પર જીત મેળવી છે. આ પહેલા આ આઠ સીટો પર બીજેપી બે જ સીટો પર કબજો હતો. બીજેપીએ બોરિયાવી, માહુધા, વિજાપુર, પાટણ, તલાલા સીટ પર જીત મેળવી છે. આ સિવાય  ગાંધીનગર જિલ્લાના રંધેજા તાલુકા પર પણ જીત મેળવી છે.