Not Set/ અમદાવાદ: જમાલપુર દરવાજા પાસે નકલી પોલીસ બનીને કર્યો 9800 રૂપિયાનો તોડ, એકની ધરપકડ

અમદાવાદ, અમદાવાદમાં દિવસને દિવસને ગુનાની પ્રવુતિમાં વધારો થઇ રહ્યો છે, જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુદ પોતે જ નકલી પોલીસ બનીને માસૂમ નાગરીકોને પોતાનો શિકાર બનાવે છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે નકલી પોલીસ બનીને તોડ કરતા બે આરોપીઓ સામે 9800 રૂપિયાનું તોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદમાં દિવસને દિવસને ગુનાની પ્રવુતિમાં વધારો થઇ રહ્યો છે, જાણે આરોપીઓને કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુદ પોતે જ નકલી પોલીસ બનીને માસૂમ નાગરીકોને પોતાનો શિકાર બનાવે છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે નકલી પોલીસ બનીને તોડ કરતા બે આરોપીઓ સામે 9800 રૂપિયાનું તોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આ મામલે પોલીસે એક આરોપીની સવારે 10 વાગે જમાલપુર બ્રિજ પાસેથી ડિસ્ટાફે ધરપકડ કરી લીધી છે, આરોપી પાસેથી 1500 રૂપિયા રોકડા અને એક મોબાઈલ પોલીસે રિકવર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાકેશ કુમાર રાણા જે બાવળાના રહેવાસી છે જે ફાયનાન્સનો ધંધો કરે છે, જે ગત રાત્રે જમાલપુર દરવાજા પાસે કઈક કામથી આવ્યા હશે, તે સમયે નકલી પોલીસ બનીને આરોપી લિયાકત હુસેન શેખ જે સરખેજના અંબર ટાવરનો રહેવાસી છે તેણે રાકેશ કુમાર રાણા પાસેથી 9800 રૂપિયાનું તોડ કર્યો હતો.

આ મામલે રાકેશ કુમાર રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે લિયાકત હુસેન શેખની ધરપકડ કરી હતી, હાલ તો પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે જેમાં બીજા ઘણા ગુનાઓ બહાર આવી શકે છે.