World News/ સાઉદી અરેબિયા પર હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી, હવે પાકિસ્તાન-તુર્કી શું કરશે?

Saudi Arabia પર હૂતી વિદ્રોહીઓના મોટા હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી વધી છે. હવે પાકિસ્તાન અને તુર્કીની ભૂમિકા પર સૌની નજર છે.

international Top Stories World
Saudi Arabia

Gondia Road Accident Bolero Truck Collision: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે સાઉદી અરેબિયા સુધી પહોંચી છે. યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં એકસાથે અનેક સ્થળોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. આ હુમલાઓ બાદ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા તાજેતરના મક્કા ડિફેન્સ પેક્ટને લઈને પણ સવાલો ઊભા થયા છે.

અબહા સહિત ચાર શહેરોને બનાવાયા નિશાન

સાઉદી(Saudi Arabia) ગઠબંધન અને ઊર્જા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અબહા, ખમીસ મુશૈત, જાઝાન અને નજ્રાન વિસ્તારમાં નાગરિક તથા આર્થિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ હૂતી મીડિયા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે અબહા ઈન્ટરનેશનલ એરપોર્ટ, કિંગ ખાલિદ એરબેઝ અને અરામકોની રિફાઈનરી તરફ મિસાઈલ તથા ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં આગ લાગવા ઉપરાંત કેટલાક ઊર્જા એકમોની કામગીરી થોડા સમય માટે પ્રભાવિત થઈ હોવાના અહેવાલો છે. હૂતીના દાવા મુજબ અનેક લોકો ઘાયલ થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

Saudi Arabia

જાઝાનનું ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું

હુમલાનું મુખ્ય કેન્દ્ર સાઉદીનો યમન નજીકનો દક્ષિણ વિસ્તાર રહ્યો. જાઝાનમાં સાઉદી(Saudi Arabia) અરામકોનું મહત્વપૂર્ણ તેલ અને ઊર્જા માળખું આવેલું છે, જ્યારે અબહા અને ખમીસ મુશૈત સૈન્ય તથા વિમાનન દૃષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તારો છે. હુમલાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. હૂતી સંગઠને અગાઉ યમનના ઉત્તરી વિસ્તારમાં આવેલી એક જેલ પર થયેલા હવાઈ હુમલા માટે સાઉદી અરેબિયાને(Saudi Arabia) જવાબદાર ઠેરવ્યું હતું. હૂતીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં એક બાળક સહિત કેટલાક લોકોના મોત થયા હતા. ત્યારબાદ સાઉદી વિરુદ્ધ હુમલાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હવે પાકિસ્તાન અને તુર્કીની ભૂમિકા પર નજર

મહત્વનું એ છે કે થોડા સમય પહેલાં મક્કામાં સાઉદી અરેબિયા(Saudi Arabia), તુર્કી અને પાકિસ્તાને સંરક્ષણ કરાર કર્યો હતો. કરારના મુખ્ય સિદ્ધાંત મુજબ એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો સામેના હુમલા તરીકે જોવાની જોગવાઈ છે. આથી હવે સાઉદી પર થયેલા હુમલા બાદ સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાન અને તુર્કી આ ઘટનાને કેવી રીતે લે છે. શું બંને દેશ માત્ર રાજદ્વારી સમર્થન આપશે કે પછી મક્કા ડિફેન્સ પેક્ટના સામૂહિક સુરક્ષા સિદ્ધાંતને વ્યવહારમાં પણ લાગુ કરશે? આગામી સમયમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ભારત-ઈરાન સંબંધો પર ઈરાનનું મોટું નિવેદન, ચાબહારથી BRICS સુધી સહયોગ વધારવાના સંકેત

આ પણ વાંચો: BAPSની મુલાકાત બાદ એફિલ ટાવર પર વિવાદ, મહિલા કર્મચારીઓને હટાવ્યાના આરોપથી વિરોધ

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, ટ્રમ્પે કહ્યું- યુદ્ધ બાદ તેલ-ગેસ સસ્તા થશે