Eiffel Tower Staff Protest BAPS Visit: ફ્રાન્સના પેરિસમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર પર મહિલા કર્મચારીઓને લઈને મોટો વિવાદ સર્જાયો છે. શનિવારે BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને તેમના કામના સ્થળેથી દૂર રહેવા કહેવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાથી કર્મચારીઓમાં નારાજગી ફેલાઈ અને સોમવારે સ્ટાફના વિરોધને કારણે એફિલ ટાવરનું સંચાલન પણ અસરગ્રસ્ત થયું હતું.

મહિલા કર્મચારીઓને વર્કસ્ટેશન છોડવાનું કહેવાયું હોવાનો દાવો
યુનિયન પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, BAPSના પ્રતિનિધિમંડળના સભ્યો પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન પરથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક સ્થળોએ તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કર્મચારીઓએ આ વ્યવસ્થાને લિંગ આધારિત ભેદભાવ ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ઘટનાને લઈને કર્મચારીઓમાં રોષ વધતા સોમવારે સ્ટાફે બેઠક અને વિરોધનું આયોજન કર્યું હતું. તેના કારણે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખુલ્યો અને એક તબક્કે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. મેનેજમેન્ટ તરફથી કર્મચારીઓની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Nous comprenons les préoccupations exprimées et les prenons très au sérieux.
Compte tenu de la taille de notre délégation, la visite a été organisée en coordination avec les équipes de la tour Eiffel, au début des horaires habituels d’ouverture, afin de limiter autant que… pic.twitter.com/gyiwzmh6Jv
— BAPS Mandir Swaminarayan Hindou de Paris (@BAPSParis) September 7, 2026
BAPSએ પણ વ્યક્ત કર્યો ખેદ
એફિલ ટાવરનું સંચાલન કરતી SETEએ સ્વીકાર્યું છે કે મુલાકાત દરમિયાન મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રાખવાની વિનંતીને સ્વીકારવી યોગ્ય નહોતી. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આવી વ્યવસ્થા તેના લિંગ સમાનતાના સિદ્ધાંતો સાથે સુસંગત નથી અને આ મુદ્દે માફી પણ વ્યક્ત કરવામાં આવી છે. BAPS તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રતિનિધિમંડળની મુલાકાત એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે સંકલન કરીને કરવામાં આવી હતી, જેથી અન્ય મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે. સંસ્થાએ કહ્યું કે તેની જાણ મુજબ કોઈ અન્ય પ્રવાસીને પ્રવેશથી રોકવામાં આવ્યો નહોતો. તેમ છતાં, આ ઘટનાથી કોઈને દુઃખ કે અસુવિધા થઈ હોય તો BAPSએ ખેદ વ્યક્ત કર્યો છે અને પરસ્પર આદર તથા સેવાના મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
Je prends connaissance du mouvement de colère des salarié·es de la tour Eiffel et je veux leur dire que leur mécontentement est légitime.
Il n’est pas acceptable que de telles conditions puissent être tolérées. Ce ne sont ni mes valeurs, ni celles que doit porter la tour Eiffel,… https://t.co/3srttJpxPo
— Emmanuel Grégoire (@egregoire) September 7, 2026
પેરિસ પ્રશાસને તપાસના આદેશ આપ્યા
આ વિવાદ હવે રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને યોગ્ય ગણાવી છે. ફ્રાન્સના અન્ય રાજકીય નેતાઓએ પણ જાહેર સ્થળો પર મહિલા-પુરુષ સમાનતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
Je refuse que des femmes soient sommées de s’effacer pour satisfaire les exigences de visiteurs étrangers.
Accueillir ne signifie jamais renoncer à nos valeurs. En France, les femmes occupent pleinement l’espace public. Personne ne leur dicte d’y devenir invisibles. https://t.co/GrS5qAErgP
— Yaël Braun-Pivet (@YaelBRAUNPIVET) September 7, 2026
આ સમગ્ર ઘટનાક્રમ BAPS દ્વારા ફ્રાન્સમાં નવા હિન્દુ મંદિરના ઉદ્ઘાટનના કાર્યક્રમો બાદ સામે આવ્યો છે. પેરિસ નજીક યોજાયેલા મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. હવે એફિલ ટાવર સાથે જોડાયેલા આ વિવાદની તપાસ બાદ ઘટનાની સંપૂર્ણ હકીકત વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ
