Gandhinagar News/ રાજ્યપાલ દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાયો, હવે મંત્રીમંડળનું વિસ્તરણ વાઘબારસે નિશ્ચિત!

ગુજરાતના રાજકારણમાં હાલમાં ચોરે અને ચૌટે ચર્ચાતો પ્રશ્ન હોય તો તે મંત્રીમંડળના વિસ્તરણનો છે. સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કેબિનેટ વિસ્તરણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

Top Stories Gandhinagar Gujarat Others

Gandhinagar News:  ગુજરાતના રાજકારણમાં હાલમાં ચોરે અને ચૌટે ચર્ચાતો પ્રશ્ન હોય તો તે મંત્રીમંડળના વિસ્તરણનો છે. સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કેબિનેટ વિસ્તરણ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ વાતનો વધુ એક પુરાવો સાંપડ્યો છે. તેમા આચાર્ય દેવવ્રત હાલમાં હરિયાણા અને હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. તેમને તેમનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવા માટે કહી દેવાયું છે. આમ તે તેમના નિયત કાર્યક્રમ મુજબ 17મી તારીખના રોજ પરત આવવાના હતા, પરંતુ હવે તે વહેલા પરત આવશે.

આના પગલે પણ મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચા વધુ બળવત્તર બની છે. તેના કારણે વાઘબારસે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે તે નિશ્ચિત મનાય છે. આમ ગુજરાતના કેબિનેટ વિસ્તરણ 17મી ઓક્ટોબરના રોજ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.  તેઓ પોતાના વતન કુરુક્ષેત્રમાં 16મી તારીખ સુધી રહેવાના છે. તેઓ ગુજરાતના રાજ્યપાલ હોવાની સાથે તેમને મહારાષ્ટ્રનો પણ વધારાનો ચાર્જ સોંપાયો હોવાથી તેમણે 17મી તારીખે મહારાષ્ટ્રમાં એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવાની છે.

રાજ્યમાં જ્યારે પણ નવી કેબિનેટનું ગઠન થાય છે ત્યારે વર્તમાન મંત્રીઓ પૈકીના કેટલાક રાજીનામુ આપે છે. નવા મંત્રીઓ રાજભવનમાં શપથ લે છે. આ શિરસ્તો હોવાથી રાજ્યપાલનું અચાનક પરત ફરવું તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. આમ હવે મંત્રીમંડળના વિસ્તરણને લઈને બધાની નજર હાલમાં રાજ્યપાલની પ્રવૃત્તિઓ પર છે. તેના દ્વારા જ મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી થશે તેમ રાજકીય વર્તુળો માની રહ્યા છે. આમ ધનતેરસના શુભ દિવસે ગુજરાતના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેમ માનવામાં આવે છે.

આમ પણ રાજ્યમાં લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. પક્ષપ્રમુખ નીમાયા પછી આ ચર્ચાએ વેગ પકડ્યો છે. તેથી ઘણા ધારાસભ્યો કેબિનેટ વિસ્તરણ તરફ ચાતક નજરે જોઈ રહ્યા છે. આ કેબિનેટ વિસ્તરણના પગલે કેટલાય વિભાગોમાં પણ સાથે-સાથે ફેરબદલ થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો

આ પણ વાંચો: Gandhinagar News/17 શહેરોમાં શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર થશે, 5 રૂ. ના ટોકનદરે મળશે સુવિધા