Gujarat News/ હવે ગુજરાતમાં વધુ 300 નવા કેન્દ્રો ખુલશે, માત્ર ₹5 માં મળશે પૌષ્ટિક ભોજન : કુંવરજીભા બાવળીયા

શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ 71માં જન્મદિવસે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રની મુલાકાત લઈ શ્રમિકોને ભોજન પીરસ્યું. ગુજરાતમાં વધુ 300 નવા ભોજન કેન્દ્રો (Shramik Annapurna Yojna) ખોલવાની કરી જાહેરાત.

Top Stories Gujarat Others
Shramik Annapurna Yojna Gujarat

Shramik Annapurna Yojna Gujarat: ગુજરાતના શ્રમ, કૌશલ વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે પોતાના 71માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. કોઈ ભવ્ય આયોજનને બદલે મંત્રીએ ગાંધીનગરના સેક્ટર-6 કડિયા નાકા ખાતે આવેલા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર શ્રમિકોને સ્વહસ્તે ગરમાગરમ પૌષ્ટિક ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી.

શ્રમિકો સાથે સંવાદ અને ભોજનનું નિરીક્ષણ

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શ્રમિકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે યોજના અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, “બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડતા શ્રમિકોને પૂરતું પોષણ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.”

માત્ર 5 રૂપિયામાં સાત્વિક ભોજન

ગુજરાત સરકારની આ યોજના શ્રમિક પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ શ્રમિકોને માત્ર 5 રૂપિયાના રાહત દરે સાદું, સાત્વિક અને પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. ભોજનની સાથે સાથે શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા આ કેન્દ્રો પર જ શ્રમિકો માટે પ્રાથમિક આરોગ્ય તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખી શકાય.

Shramik Annapurna Yojna : નવા 300 કેન્દ્રો ખુલશે

મંત્રી કુંવરજી બાવળીયાએ યોજનાના વ્યાપ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં 293 સેન્ટરો સફળતાપૂર્વક કાર્યરત છે. શ્રમિકોના હિતમાં ટૂંક સમયમાં જ નવા 121 સેન્ટરો શરૂ કરવામાં આવશે અને આ વર્ષના બજેટમાં વધુ 300 નવા કેન્દ્રો ખોલવાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના શ્રમિક સુધી આ જીવનરક્ષક સુવિધા પહોંચાડવાનો છે, જેથી તેઓને ઘર જેવું પોષણક્ષમ ભોજન મળી રહે.

આરોગ્ય સુવિધાઓ પર વિશેષ ભાર

મંત્રીએ સેન્ટર પર ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા જણાવ્યું કે, બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોના પરિવારોની હવામાન આધારિત વિશેષ કાળજી રાખવા વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની પ્રાથમિક સારવાર પણ આ કેન્દ્રો પર પૂરી પાડવામાં આવે છે.

ગાંધીનગરના ઘ-2 કડિયાનાકા ખાતે મંત્રી આ પ્રેરક મુલાકાતથી શ્રમિકોમાં પણ આનંદ અને આદરની લાગણી જોવા મળી હતી.


આ પણ વાંચો:વડોદરામાં પણ કરો ચંડોળા તળાવ જેવી કાર્યવાહી

આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેકટમાં સત્તાધીશો કરી રહ્યાં છે મનમાની! મંતવ્ય ન્યૂઝે કર્યુ રિયાલિટી ચેક

આ પણ વાંચો:વડોદરા શહેરમાં વાવાઝોડાના કહેર., કુલ ત્રણના મોત