Lifestyle: સવારના નાસ્તામાં કંઇક નવું અને ચટપટું ખાવાનું મન થયું હોય તો એક વાર બ્રેડ અને લીલા વટાણાથી બનેલા આ બ્રેડ મટર બોલ્સ (Bread Mutter Balls Recipe) અવશ્ય અજમાવી જોજો! આ એક એવો નાસ્તો છે જેને બનાવવાનું અત્યંત સરળ છે. તો ફટાફટ નોંધી લો આની રેસિપી…
બાળકોના મનપસંદ બ્રેડ મટર બોલ્સ (Bread Mutter Balls)
દરરોજ એક સમાન નાસ્તો કરીને તમે બોર થઇ ગયા હો અને કોઈ મજેદાર રેસિપીની શોધમાં છો તો તમારા માટે આ નવીન બ્રેડ બોલ્સનો નાસ્તો (Breakfast) એક ઉત્તમ વિકલ્પ છે. આને તમે માત્ર 15 મિનિટમાં જ તૈયાર કરી શકો છો. ખાવામાં તો આ ઘણો જ સ્વાદિષ્ટ લાગશે પણ બાળકો (Kids) તો આ ખાઇને રાજીના રેડ થઇ જશે!
આ ઉપરાંત, ઘરે અચાનક આવી ચડેલા મહેમાનો માટે પણ તમે આ બ્રેડ મટર રોલ્સ ની વાનગી ઝડપથી રેડી કરી શકો છો.

શી રીતે બનાવશે બ્રેડ મટર બોલ્સ?
બ્રેડ મટર બોલ્સ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
5-6 નંગ સફેદ બ્રેડ
2 ચમચી દહીં
કાળા મરીનો પાવડર
સંચળ
1 વાડકી લીલા વટાણા
જરુર મુજબ તેલ
સ્વાદાનુસાર મીઠું
1/2 ચમચી આખું જીરુ
1/2 ચમચી આખા ધાણા
7-8 કળીઓ લસણ
અડધો ઇંચ આદુનો ટુકડો
3-4 લીલા મરચા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 5 થી 6 સફેદ બ્રેડ (White Bread) લઇને એના ટુકડા કરી લો. હવે એમાં 2 ચમચી દહીં, કાળા મરીનો પાવડર (Curd & Black Pepper) અને સંચળ ઉમેરીને એનો લોટ બાંધી લો. આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
2. હવે સ્ટફિંગ તૈયાર કરી લો. આ માટે એક પૅનમાં 1 થી 2 ચમચી તેલ ઉમેરીને એમાં આખું જીરુ, આખા ધાણા, 7-8 લસણની કળીઓ, અડધા ઇંચ આદુનો ટુકડો, 3-4 લીલા મરચા અને 1 વાડકી મટર અર્થાત્ લીલા વટાણાને ઉમેરી દો.
3. મટરને સાંતળી લો અને એમાં થોડી હળદર, કશ્મીરી લાલ મરચું, મીઠું અને કોથમીર ઉમેરો. આ તમામ સામગ્રીને હળવી ફ્રાય કરો અને પછી ગૅસ બંધ કરી દો.
4. જ્યારે આ સ્ટફિંગ ઠંડુ થઇ જાય ત્યારે એને મિક્સરમાં નાખીને અધકચરું ક્રશ કરી લેવું. ખટાશ માટે એમાં લીંબુનો રસ (Lemon Juice) ઉમેરવો.
5. હવે બ્રેડના લોટમાંથી લુવા બનાવી એને થોડા થેપી એમાં વટાણાના મિશ્રણને ભરીને ગોળ ચપટા રોલ વાળી લો. તમામ બ્રેડના આ રીતે રોલ્સ બનાવી લેવા.
6. એક પૅનમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરો અને તૈયાર બ્રેડ રોલ્સને પેનમાં ગોઠવીને શેલો ફ્રાય થવા દેવાય એને ચલાવતા રહેવું એને એમાં રાઈ, મીઠા લીમડાના પાન, એક ચપટી હળદર અને ચપટી મીઠું ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી દેવા.

તો તૈયાર છે તમારા બ્રેડ મટર રોલ્સ…એની તમે ટોમેટો કેચઅપ, આમલીની ચટણી સાથે કે ચા સાથે મજા માણો! આ નાસ્તાની વિશેષતા એ છે કે એ ઠંડો થાય પછી પણ સરસ લાગે છે. આથી તમે બાળકોને એ લંચબોક્સમાં ભરીને આપી શકો છો. મહેમાનોનું સ્વાગત પણ તમે આ અગાઉથી બનેલા રોલ્સ સર્વ કરીને કરી શકો છો.
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!
આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…
