Travel Tips : વારાણસી, જેને આપણે કાશી અથવા બનારસ તરીકે પણ ઓળખીએ છીએ, તે વિશ્વના સૌથી પ્રાચીન જીવંત શહેરોમાંનું એક છે. ગંગાના કિનારે વસેલું આ શહેર તેના ઘાટ, (Ghat) , મંદિરો અને અદભૂત ગંગા આરતી માટે જાણીતું છે. જો તમારી પાસે વારાણસી ફરવા માટે માત્ર 2 દિવસ હોય, તો તમારે તમારો સમય કેવી રીતે ફાળવવો જોઈએ જેથી તમે મુખ્ય આકર્ષણો માણી શકો, તે માટેનો સંપૂર્ણ પ્લાન અહીં છે.
દિવસ 1: ઘાટ, ગંગા અને ભગવાન વિશ્વનાથ
વહેલી સવારે ગંગા સ્નાન અને બોટ રાઈડ:
તમારા દિવસની શરૂઆત સૂર્યોદય પહેલાં કરો. ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યા પછી અસ્સી ઘાટ થી બોટ રાઈડ લો. સવારના સોનેરી કિરણોમાં બનારસના ઘાટ જોવાનો અનુભવ અદભૂત હોય છે.
કાશી વિશ્વનાથ જતા પહેલા ‘કાશીના કોટવાલ’ એટલે કે બાબા કાલ ભૈરવ ના દર્શન કરવા જોઈએ. માન્યતા છે કે તેમની પરવાનગી વગર કાશીની યાત્રા અધૂરી ગણાય છે.
ત્યારબાદ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરો. નજીકમાં જ મા અન્નપૂર્ણા નું મંદિર છે, જેમના દર્શન કરવાનું ચૂકશો નહીં.
સાંજની ગંગા આરતી (દશાશ્વમેધ ઘાટ- Ghat):
બનારસની સૌથી યાદગાર ક્ષણ એટલે દશાશ્વમેધ ઘાટ (Ghat) પર થતી ભવ્ય ગંગા આરતી. સાંજે 6:30 વાગ્યાની આસપાસ શરૂ થતી આ આરતી જોવા માટે હજારોની ભીડ ઉમટે છે. તમે બોટમાં બેસીને પણ આ નજારો માણી શકો છો.
દિવસ 2: સારનાથ, સંસ્કૃતિ અને શોપિંગ
બીજા દિવસે સવારે વારાણસીથી 10 કિમી દૂર આવેલા સારનાથ જાઓ. આ તે સ્થળ છે જ્યાં ગૌતમ બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. અહીં ધામેખ સ્તૂપ, સારનાથ મ્યુઝિયમ અને અશોક સ્તંભ જોવાલાયક છે.
ગંગા નદીની સામેના કિનારે આવેલો આ 18મી સદીનો કિલ્લો તેની મુગલ સ્થાપત્યકલા (Ghat) અને સંગ્રહાલય માટે જાણીતો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) અને નવું વિશ્વનાથ મંદિર:
BHU ના વિશાળ કેમ્પસમાં આવેલું નવું વિશ્વનાથ મંદિર (બિરલા મંદિર) તેની ઉંચાઈ (Temple)અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે. અહીં ભારત કલા ભવન મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકાય.
બનારસ આવ્યા હોવ તો ત્યાંની પ્રખ્યાત બનારસી પાન, કચોરી-ભાજી અને કાશી (Kashi) ચાટ ભંડારની ચાટ જરૂર ટ્રાય કરજો. અંતે, ગોદોલિયા માર્કેટ કે વિશ્વનાથ ગલીમાં બનારસી સિલ્ક સાડી અને હસ્તકલાની વસ્તુઓની ખરીદી કરો.
આ પણ વાંચો:ગોવાના બીચ છોડીને યુવાનો કેમ દોડી રહ્યા છે ગંગા આરતી જોવા? જાણો બદલાતા ટ્રેન્ડ પાછળના કારણો
આ પણ વાંચો:જયપુર સફરમાં મિસ ન કરતા મણિહાર કા રસ્તા, જ્યાં પથ્થર જેવી લાખમાંથી બને છે અદભૂત ઘરેણાં
