વોશિંગ્ટન
અમેરિકામાં મેસાચુસેટ્સમાં દક્ષિણ બોસ્ટનમાં ગેસ વિસ્ફોટ થવાથી આશરે ૩૯ ઘરોમાં આગ લાગવાથી ઘણું નુકશાન થયું હતું. આ વિસ્ફોટમાં એક ૧૮ વર્ષીય છોકરાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે ૧૦ થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લિઓનેલ રોનડન નામક આ યુવકને બોસ્ટનની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના ગુરુવારે ૫ વાગ્યે બની હતી. લોરેન્સ, એન્ડોવર અને નોર્થ એન્ડોવરની ઘણી બિલ્ડીંગમા વિસ્ફોટ થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ પાછળનું સાચું કારણ હજુ જાણવા નથી મળ્યું. વિસ્ફોટનું કારણ જાણવા માટે પોલીસ હાલ પ્રયત્ન કરી રહી છે.


એન્ડોવરના ઓફિસિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે ગુરુવારે રાત્રે ૩૫ ઘરોમાં વિસ્ફોટ થયો હતો. જેમાના ૧૮ ઘરમાં એક સરખા સમયે વિસ્ફોટ થયો હતો.
Multiple house fires at homes with Gas service. If you have gas service to your house or business please exit the building until further notice.
— North Andover Police (@NoAndoverPolice) September 13, 2018


સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા ૨૩ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ અલગ અલગ બિલ્ડીંગ અને ઘરોમાં થયા હતા. નજીકના વિસ્તારમાં જ વધારે વિસ્ફોટ થયા હતા. સુરક્ષાબળે ગેસની ગંધ આવતા અહીના સ્થાનિક લોકોને પણ પોતાના ઘર ખાલી કરવા માટેની સલાહ આપી છે.
મીડિયાના રીપોર્ટ પ્રમાણે વિસ્ફોટ થયેલા વિસ્તારમાં અગ્નિશામક ગાડી દ્વારા આગ કાબુમાં લેવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. એન્ડોવરના પોલીસ વિભાગના પ્રવક્તા એડવર્ડ ગાઈના કહેવા પ્રમાણે આ વિસ્ફોટ ગેસને સંબંધિત મામલો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમે લોકોને સલાહ આપી છે કે જો થોડીક પણ તેમના ઘરમાંથી ગેસની ગંધ આવે તો ઘરની ભાર નીકળી જવું અને ૯૧૧ નંબર પર સંપર્ક કરવો.
