Lifestyle/ બાળકોના તોફાનો તમને શરમાવે છે? ગુસ્સો ન કરો…મેનર્સ શીખવવાની આ ટ્રિક્સ અપનાવો…

Children (બાળકો) કોઈ વાર મહેમાનો આગળ તોફાને ચડે તો આ તોફાની ટપુડાને શી રીતે કાબૂ કરવા? પ્રસ્તુત છે તમારી મૂંઝવણનો અંત લાવતી આ મેનર્સ અંગેની ટ્રિક્સ…

Trending Tips & Tricks Lifestyle Relationships
Children, બાળકો, તોફાન, મેનર્સ, ટિપ્સ

Lifestyle: મોટા ભાગે બધા તોફાની અથવા ચંચળ (Naughty) હોય છે. કેટલાક બાળકો Children) તો આખો દિવસ નાકમાં દમ કરી દે એવા હોય છે. જો કોઈ સંબંધી (Relative)ના ઘરે કે પાર્ટી (Party)માં લઇ ગયા હોઇએ તો એ એવા તો ધમાલે ચડે છે કે, એમના તોફાનોને લીધે માતા-પિતા કે વાલીએ શરમ (Embarrassing)માં પડવું પડે છે! આ સંજોગોમાં ગુસ્સો આવે એ સ્વાભાવિક છે પણ આમ કરતા પહેલા થોભો…જરા વિચારો, કારણ કે વારંવાર ગુસ્સો કરવાથી એ જીદ્દી (Stubborn) થવાની સંભાવનાઓ વધી જશે! ઘણી વાર તો એ તમારી વાત સાંભળતા સુદ્ધાં નથી! આવા સંજોગોમાં તમારે થોડી સમજદારીથી અને ધીરજથી કામ લેવાની જરુર છે. એમની સાથે તમારે પ્રેમ (Love)થી વાત કરવાની જરુર છે કારણ કે આ કુમળી વય એવી હોય છે કે બાળકો નવું-નવું શીખતા હોય છે અને આ ઉંમરમાં એમની જીજ્ઞાસાવૃત્તિ ટોચ પર હોય છે! જો કે, ઘણી વાર પેરન્ટ્સ મૂંઝાઇ જાય છે અને એમને એ સમજ નથી પડતી કે તોફાની ટપુડાને કેવી રીતે કાબૂ કરવા? તો હવે પ્રસ્તુત છે, તમારી મૂંઝવણનો અંત લાવી દેતી આ ટ્રિક્સ (Tricks)….જેની મદદથી આશા છે કે, તમારી સમસ્યા (Problem)નો ઉકેલ આવી શકશે.

‘બાળહઠ, રાજહઠ ને સ્ત્રીહઠ, ભલભલાંને ઝુકાવી દે!’

બાળકો (Children) થોડાઘણાં જિદ્દી હોય એ સામાન્ય બાબત છે, પરંતુ જો એ અતિશય જિદ્દી બની જાય તો માતા-પિતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં, કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા બાળકને સમજદારીના માર્ગે વાળી શકો છો.

પેલી કહેવત છે ને, ‘બાળહઠ, રાજહઠ ને સ્ત્રીહઠ, ભલભલાંને ઝુકાવી દે!’ બાળસંભાળ ખરેખર એક અઘરો વિષય છે. આમ તો બાળકો (Children) થોડાઘણાં હઠીલાં હોય એ સામાન્ય બાબત છે, પરંતુ જો એ હદથી વધારે જિદ્દી બની જાય તો માતા-પિતા અથવા વાલીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જિદ્દી બાળકોને સમજદારીપૂર્વક સંભાળવા ખૂબ જરુરી છે. આજે અમે કેટલીક વિશેષ તરકીબો લઇને આવ્યા છીએ જેમને અજમાવીને તમે તમારા લાડકવાયામાં સમજદારી અને સહકાર જેવા સંસ્કારોનું સિંચન કરી શકો છો.

શાંતિ અને ધૈર્ય જાળવી રાખો

બાળક જ્યારે પણ હઠ કરે ત્યારે માતા-પિતાએ સૌપ્રથમ શાંત રહેવું. ગુસ્સો કરવાથી, વઢવાથી કે હાથ ઉપાડવાથી પરિસ્થિતિ વણસી શકે છે. એવામાં જરુરી છે કે શાંતિ તથા ધીરજથી કામ લો. તમારા શાંતિપૂર્ણ વ્યવહારની બાળક પર ઘણી સકારાત્મક અસરો થશે.

તોફાની બાળકો (Children) ને મેનર્સ શીખવવાની ટિપ્સ

તોફાની બાળકોને શાંત કરવા માટે આ ટિપ્સ તમને સહાયક સિદ્ધ થશે.

Children, બાળકો, તોફાન, મેનર્સ, ટિપ્સ

1. સાચા-ખોટાની સમજ આપો

જ્યારે પણ બાળક (Children) ખોટું વર્તન (Mischiefs) કરે કે તરત જ એમને ટોકો. એમને શાંતિપૂર્વક કહો કે, “મહેમાનો (Guests) સામે તે જે તોફાન કે વાત કરી એ ફરીથી ન કરીશ. સારા બાળકો આવું બિલકુલ નથી કરતા અને આ ખોટું છે!” બાળકને સમયસર ટોકવાથી કે રોકવાથી એને આ શિખામણ યાદ રહેશે અને ફરીથી એ ભૂલનું પુનરાવર્તન નહિં કરે!

Children, બાળકો, તોફાન, મેનર્સ, ટિપ્સ

2. રમત-રમતમાં મેનર્સ શીખવો

તમારા બાળકો (Children)ને મેનર્સ (Manners) શીખવવા માટે રમત કે ગમ્મત (Game)નો સહારો લો અથવા એને વાર્તા (Story) કહો. આમ કરવાથી બાળકો (Children) ઘણી ઝડપથી સારી વાતો શીખી જશે. સારા-ખરાબ (Right and Wrong) વ્યવહાર કરતા પાત્રો વાળી વાર્તાઓ એને સંભળાવો જેથી બાળક પોતે જ ફરક સમજતો થઇ જશે અને એ મુજબ એનો વ્યવહાર કેળવાશે.

3. બાળકો કેમ નખરા કરે છે એનું મૂળ ચકાશો

બાળકો (Children) શા માટે નખરા કે તોફાન કરે છે? આ બાબતના મૂળમાં જઇને એનું કારણ ચકાસવાની જરુર છે કે, બાળક આવી જીદ કેમ કરે છે? ઘણી વાર તો એ માતા-પિતા (Parents) અથવા કોઈ અન્યના ડર (Fear)ના કારણે પણ સીધી રીતે કામ કરવાનું ટાળતા હોય છે અને તોફાનનો સહારો લે છે! આથી તમારા બાળક સાથે તમારે સંવાદ (Communication) સધાય એ અત્યંત જરુરી છે. એને પ્રેમથી પૂછવું અને ધીરજ (Patience)થી સાંભળવું કે, એ આમ કેમ કરે છે?

Children, બાળકો, તોફાન, મેનર્સ, ટિપ્સ

4. નિયમ બનાવો

દરેક ઘરના કેટલાક પાયાના નિયમો હોય છે જે ઘરના સભ્યોને અનુશાસન (Discipline)માં વર્તવાની તાલીમ કેળવવામાં મદદરુપ બને છે. તમે પણ તમારા ઘરના કેટલાક સૌને અનુકૂળ હોય એવા નિયમો (Rules) ઘડો અને બહારથી આવનારી વ્યક્તિ કે અતિથિઓ સન્મુખ શી રીતે વર્તવું એની રીતભાત પણ નિર્ધારિત કરો. આ નિયમો પહેલા પોતે ફૉલો કરો અને પછી બાળકો પણ એમ કરવા માટે પ્રેરાશે. જ્યારે બાળકો આ નિયમોને અનુસરે તો એમના વખાણ (Appreciate) અવશ્ય કરો. આમ કરવાથી એમને પ્રોત્સાહન (Motivation) મળશે અને ફરીથી પણ એ સારી રીતે વર્તવાનો પ્રયાસ આપોઆપ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં નાના બાળકોને શી રીતે નવડાવવા?…ઠંડીથી ભૂલકાંને બચાવો…જાણો સ્વાસ્થ્ય સુરક્ષા ટિપ્સ વિશે..!

આ પણ વાંચો: શરદી અને ઉધરસના ઘરગથ્થુ ઉપચારથી બાળકો અને વડીલો રહેશે સ્વસ્થ

આ પણ વાંચો: બાળક માતાના ગર્ભમાં 9 મહિના જ કેમ રહે છે? માત્ર વિજ્ઞાન નહીં, શાસ્ત્રોમાં પણ છુપાયેલું છે તેનું અદભુત રહસ્ય!