Bharuch News/ ભરૂચમાં ખનન માફિયા સામે તંત્રની લાલ આંખ: રૂ.2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

Mining માફિયાઓ દ્વારા આ માટીનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો

Gujarat Others
Mining

Bharuch News : ભરૂચ જિલ્લામાં ખનીજના બિનઅધિકૃત વહન અને ગેરકાયદેસર ખનન (Mining)સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનીજ ચોરી અટકાવવા માટે કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરીનો મોટો કેસ સામે આવ્યો છે.

Mining માફિયાઓ દ્વારા આ માટીનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ

Mining માફિયાઓ દ્વારા આ માટીનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ

ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, વાગરા મામલતદાર તથા ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે મુલેરથી દહેજ જતા માર્ગ પર અલાદર ગામ નજીક ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાં પરવાનગી કરતાં ઘણું વધારે સાદી માટીનું ખોદકામ થયેલું હોવાનું સામે આવ્યું હતું, તેમજ ખનન (Mining) માફિયાઓ દ્વારા આ માટીનો ગેરકાયદેસર રીતે વ્યાપારી ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો.

તપાસમાં ONGCની પાઇપલાઇનને નુકસાન થયાનું પણ ધ્યાન પર આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું વહન કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂ.2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

માટીનું વહન કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ રૂ.2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

કાર્યવાહી અંતર્ગત ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખનન (mining), પરિવહન અને સંગ્રહ) નિયમો–2017 તેમજ પર્યાવરણને થયેલ નુકસાન અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ વાહનો જપ્ત કરી માલિકો તથા ડ્રાઇવરોના નિવેદનો લેવામાં આવ્યા છે. સ્થળ પર જ અંદાજિત રૂ.10 લાખથી વધુનો દંડ ફટકારીને વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સર્વે નંબરમાં પરમિશન કરતાં વધુ ખોદકામ થયેલ હોવાથી ખાણ અને ખનિજ(Mining)વિભાગ દ્વારા વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે. ખોદકામ થયેલી માટીની ચોક્કસ માપણી બાદ વધુ મોટો દંડ વસૂલવામાં આવશે. જપ્ત કરાયેલા તમામ વાહનો વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચોઃ  ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રનો સપાટો, 3.20 કરોડનો મુદ્દા માલ કરાયો જપ્ત