Surendranagar/ ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રનો સપાટો, 3.20 કરોડનો મુદ્દા માલ કરાયો જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં કેરાળા નજીક ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ પર ખનિજ ચોરી થતી હતી, વઢવાણ પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા વ્યાપક દરોડો કરાયો. હિટાચી મશીન, ડમ્પર સહિત 8 જેટલા વાહનો અને રૂ. 3.20 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો.

Top Stories Gujarat Others Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી પર તંત્રએ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ પ્રાંત અધિકારીની આગેવાની હેઠળની ટીમે કેરાળા નજીક ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ પર સઘન દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં તંત્રએ રૂ. 3.20 કરોડનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં હિટાચી મશીન, ડમ્પર સહિત 8 જેટલા વાહનોનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારી નિકુંજ ધુલાએ આ દરોડા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને ચોક્કસ બાતમી મળી હતી કે કેરાળા નજીક ગેરકાયદે રેતીનો વોશ પ્લાન્ટ ધમધમી રહ્યો છે. આ માહિતીના આધારે, અમે તાત્કાલિક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન અમે રૂ. 3.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ ચોરો સામે અમારી ઝુંબેશ ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.”

આ દરોડાની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તંત્રની આ સખત કાર્યવાહીએ ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના સરકારના નિર્ધારને વધુ મજબૂત બનાવ્યો છે. આ ઉપરાંત, પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, “ખનીજ ચોરી એક ગંભીર ગુનો છે, અને અમે આવા ગુનાઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે. અમે સ્થાનિક લોકો અને માહિતી આપનારાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ

@ ASHOK RAMI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે ગૃહમાં મેવાણીએ ઉઠાવ્યા પ્રશ્નો

આ પણ વાંચો: બનાસકાંઠામાં ખનીજ ચોરી કેસમાં મશીન માલિક ના આગોતરા જામીન રદ

આ પણ વાંચો: પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી