Not Set/ વડોદરા શહિદ જવાન : ગાર્ડ ઓફ ઓનર સાથે આજે અપાશે અંતિમ વિદાય

ગુજરાતના વડોદરાના એક પનોતા પુત્ર સંજય સાધુ માભોમ ની રક્ષા કાજે આસામ ખાતે પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને હાલમાં આસામમાં બીએસફમાં ફરજ બજાવતા સંજય સાધુના પરિવારને બીએસએફના અધિકારીઓએ રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના અંગે પરિવારજનોને […]

Top Stories Gujarat Vadodara

ગુજરાતના વડોદરાના એક પનોતા પુત્ર સંજય સાધુ માભોમ ની રક્ષા કાજે આસામ ખાતે પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા અને હાલમાં આસામમાં બીએસફમાં ફરજ બજાવતા સંજય સાધુના પરિવારને બીએસએફના અધિકારીઓએ રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ આ દુઃખદ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી.

વડોદરાના શહીદ જવાન સંજય સાધુના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવાયો છે. ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ જવાનો સાથે જવાનના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઈ જવાયો છે.  શહીદ સંજયના પાર્થિવ  દેહને અંતિમ દર્શન માટે મુકવાની તૈયારીઓ થઈ ચુકી છે. શહીદને SSG હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાશે. શહીદની અંતિમયાત્રામાં એક એસીપી, એક ડીસીપી,  એક પીઆઇ, ૫ પીએસઆઇ  અને ૩૫ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે. બી એસ એફ ડે.કમાન્ડન્ટ ભૈયાલાલ , એસ ઓ. ગણપત સિંહ શહીદ વ્હીકલ સાથે અંતિમ યાત્રામાં જોડાશે. જોડાશે. મંગળવારે શહીદના પાર્થિવદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. આજે તેમની રાષ્ટ્રીય સમ્માન સાથે અંતિમ વિદાય વિધિ કરવામાં આવશે.

સંજય સાધુને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. જેઓ ગાંધીનગર રહે છે. વાર તહેવારે તે વડોદરા આવતા-જતા રહે છે. સંજય સાધુના પિતા પણ પોલીસ કર્મચારી હતા જેઓનું ત્રણ વર્ષ પહેલા જ અવસાન થયું હતું. ત્યારે જુવાનજોધ પુત્રનું અવસાન થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગત મહિને વડોદરાના આરીફ પઠાણે જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયરમાં થયેલા ગોળીબારમાં શહાદત વ્હોરી હતી. ત્યારે વધુ એક વડોદરાના યુવાને શહીદી વ્હોરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.