Gujarat News: વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ખોટી માહિતી (Fake Information) સોશિયલ મીડિયા પર ફેલાવવા અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સોશિયલ મીડિયા એક્સ પર @RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો (Statue of Unity) ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ ફોટો વાયરલ થતાં તંત્ર સતર્ક થઈ ગયું હતું. વર્ષ 2018માં પાડવામાં આવેલા ફોટા પર પોસ્ટ થતાની સાથે જ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું, “સ્ટેચ્યુ પર સ્પેસ ટેક્નોલોજીની અસર.”

જોકે, ફેક્ટ ચેક કરતી (PIB- Press Information Bureau)એ જણાવ્યું કે, આ ભ્રામક માહિતી છે. આ ફોટો 2018માં ક્લિક કરવામાં આવ્યો હતો. સૂત્રો મુજબ સોમવારે રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે પોલીસ સ્ટેશનમાં અફવા ફેલાવવા ફરિયાદ નોંધાવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટરે ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો અને શાંતિનો ભંગ કરી ખોટા પ્રચાર બદલ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:iPhoneની કિંમતમાં થયો જોરદાર ઘટાડો ,એમેઝોન પર iPhone 16ના લોન્ચ પહેલા જ ભારે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો:વિચિત્ર કિસ્સો, રશિયામાં છોકરા-છોકરીઓએ Iphone જીતવા ઈજ્જતને મૂકી જોખમમાં
આ પણ વાંચો:Appleએ iOS 18 કર્યુ લૉન્ચ, iPhoneમાં મળશે દમદાર ફિચર્સ
