Narmada News/ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસની મોટી કાર્યવાહી, નવરા નવી વસાહતમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

આ ઓપરેશનમાં પોલીસે એક આરોપી અરવિંદ રાઠવાને ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો, જેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો.

Top Stories Gujarat Breaking News

Narmada News: નર્મદા (Narmada) જિલ્લાના આમલેથા પોલીસે (Amletha Police)  ગેરકાયદે દારૂ (liquor) ના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરીને નવરા નવી વસાહત ખાતેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેડ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 1004 બોટલ વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

આમલેથા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે નવરા નવી વસાહત વિસ્તારમાં ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહાયેલો છે. આ માહિતીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને રેડ દરમિયાન 1004 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો.આ ઓપરેશનમાં પોલીસે એક આરોપી અરવિંદ રાઠવાને ઘટનાસ્થળેથી ઝડપી લીધો હતો, જેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો.

આ ઘટનામાં સંડોવાયેલો બીજો આરોપી કંચન રાઠવા હજુ ફરાર છે, અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીની શોધખોળ માટે ટીમો ગોઠવી દીધી છે અને તેની ધરપકડ માટે તપાસ ઝડપી બનાવી છે.

આમલેથા પોલીસે જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થા અને ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દારૂના જથ્થાના સ્ત્રોત અને તેના વિતરણ નેટવર્કની માહિતી એકત્ર કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નર્મદા જિલ્લાના તિલકવાડાની કામસોલી ગ્રામ પંચાયતમાં ખોટા લેટરપેડ બનાવી ખોટી સહી સિક્કા કરી દાખલા બનાવવાનું કૌભાંડ

આ પણ વાંચો:નર્મદાના દેડીયાપાડા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો:ખેડાના ગળતેશ્વર નજીક 3 યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ