Surat News : સુરતમાં પશુઓના તબેલામાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. જેમાં ઘાસની આડમાં સંતાડેલો દારૂ અને બીયર ઝડપાયો હતો. જેમાં સચિન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી અક્ષય પટેલની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 25 લાખથી વધુનો દારૂ ઝડપ્યો છે.
જેમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. તે સિવાય પોલીસે દારૂનો જથ્થો આપનાર હીતેષ પટેલ વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદની ઘટનાને માંડ અઠવાડિયુ વીત્યુ ત્યાં સુરતમાં 10માં ધોરણની વિદ્યાર્થીની આત્મહત્યા
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિતોના પરિવારો બોઇંગ સામે યુએસ કોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરશે
આ પણ વાંચો:અમદાવાદ-ધોલેરા હાઇવે પર વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે મયુર ગોહિલની કરાઇ ધરપકડ!
