Not Set/ સુરેન્દ્રનગરના આવારા તત્વોના ત્રાસથી કંટાળી એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

સુરેન્દ્રનગરના વસ્તડીમાં એક જ પરિવારના 4 સભ્યોએ કપાસમાં છાંટવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ ચકચાર મચી છે

Gujarat

-વાડીમાં જવાનો રસ્તો આવારા તત્વોએ બંધ કરી અને માનસિક ત્રાસ આપતા હતા

-પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગરના વસ્તડીમાં એક જ પરિવારના 4 સભ્યોએ કપાસમાં છાંટવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ ચકચાર મચી છે. વાડીમાં જવાનો રસ્તો આવારા તત્વોએ બંધ કરી અને માનસિક ત્રાસ આપતા હોવાને લઈ એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જિલ્લાના વસ્તડીમાં એક જ પરિવારના લોકોએ આત્મહત્યાનો પ્રયાસની ઘટનાને લઈ ચકચાર મચી છે. આ ઘટનામાં 2 મહિલા અને 2 પુરૂષોની હાલત ગંભીર હોવાની પણ વિગતો સામે આવી છે. તમામને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતાનુસાર વાડીમાં જવાનો રસ્તો આવારા તત્વોએ બંધ કરી અને માનસિક ત્રાસ આપતા હોય જેને લઈ એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વાડીની જમીન પચાવી પાડવા અવાર નવાર આવારા તત્વો હેરાન કરી માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી છે.