Gujarat News/ સુશાસન દિવસ નિમિત્તે ‘નમો ડ્રોન દીદી’ યોજના, ગ્રામીણ મહિલાઓ બની રહી છે લખપતિ દીદી

સુશાસન દિવસ (sushasan diwas) અને અટલજીની 100મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં ‘નમો ડ્રોન દીદી’ યોજના, ગ્રામીણ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર.

Top Stories Gujarat Breaking News
sushasan diwas

Gujarat News:ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ની ઉજવણી (sushasan diwas) કરવામાં આવશે.વાજપેયીજીની 100મી જન્મજયંતિના અવસરે ગુજરાત સરકારે ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના ધ્યેય સાથે ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કર્યું છે.આ સપ્તાહના ત્રીજા દિવસની થીમ ‘લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજના’ છે. ચાલો જોઈએ, કેવી રીતે આ યોજનાઓ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.

sushasan diwas

સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ની (sushasan diwas)  થશે ઉજવણી

બનાસકાંઠાના (Banaskantha) ડીસા તાલુકાનું તાલેપુરા ગામ આજે નારી શક્તિના નવા આયામનું સાક્ષી બન્યું છે.‘ નમો ડ્રોન દીદી’ યોજના હેઠળ આશાબેન ચૌધરીએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે. તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની વિશેષ તાલીમ મેળવી છે. તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે.

sushasan diwas

 

આ યોજના અંતર્ગત મળેલી અંદાજે 17 લાખ રૂપિયાની ડ્રોન કિટ આશાબેન માટે સ્વરોજગારનું (Self-employment) સબળ માધ્યમ બની છે. આ આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી યોજના સુશાસનનું (sushasan diwas) ઉદાહરણ પૂરું પાડે છે. આશાબેન જેવી લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે ‘લખપતિ દીદી’ બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં લખપતિ દીદી યોજનાથી બદલાઈ રહી છે મહિલાઓની જિંદગી

આ પણ વાંચો:ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન