Ahmedabad News/ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના , એક કાર ચાલકે બે પરીક્ષાર્થીઓને લીધા અડફેટે

અજીતમીલ ચાર રસ્તા નજીક કારચાલકે બે TET પરીક્ષાર્થીને ટક્કર મારી. અકસ્માત (Accident)માં બંને ઘાયલ, હોસ્પિટલમાં સારવાર, પોલીસએ કારચાલકને ઝડપી લીધો.

Ahmedabad Gujarat Trending
Accident

Ahmedabad Accident News : અમદાવાદ શહેરમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક વધુ ચોંકાવનારી ઘટના શહેરના અજીતમીલ ચાર રસ્તા નજીક સામે આવી છે, જ્યાં એક કારચાલકે રસ્તો પાર કરી રહેલા બે પરીક્ષાર્થીઓને અડફેટે લીધા હતા.

મળતી માહિતી મુજબ, આ બંને પરીક્ષાર્થી (Student) ઓ TET પરીક્ષા (TET Exam) આપવા માટે હિંમતનગરથી અમદાવાદ આવ્યા હતા. પરીક્ષા કેન્દ્ર તરફ જતા સમયે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઝડપી ગતિએ આવી રહેલી કારએ તેમને અડફેટમાં લીધા હતા. અકસ્માત (Accident) માં બંને પરીક્ષાર્થીઓને ઈજા પહોંચી હતી.

પરીક્ષાર્થીઓની હાલત સ્થિર

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને પરીક્ષાર્થીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા અકસ્માત (Accident) અંગે તપાસ

ઘટનાની જાણ થતા જ એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા અકસ્માત (Accident)  અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

આ ઘટના ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોની અવગણનાથી સર્જાતા અકસ્માતો પર પ્રશ્ન ઊભા કરે છે. બેદરકારીપૂર્વક વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો:યમુના એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, કાર-બસ અથડાતા 13 લોકો જીવતા બડ્યા

આ પણ વાંચો: વલસાડના પારડી નજીક સ્કૂલ બસ અકસ્માત, 10થી વધુ વિદ્યાર્થીઓને ઈજા