Vadodara News: શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં લારીનું પૈડું પગ પર ચડાવવા બાબતે ઠપકો આપતાં 50 વર્ષીય આધેડ પર લારી ચાલકે પ્લાયવુડના પાટીયાથી (Manjalpur Attack) હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTV મુજબ ગણતરીની સેકન્ડોમાં આધેડ પર ઉપરાઉપરી હુમલો કરવામાં આવ્યો હતો અને અંતિમ ઘા બાદ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Manjalpur Attack: શનિદેવ મંદિરથી ભૈરવનગર રોડ પર ઘટના
માંજલપુરના ભવાનીનગરમાં રહેતા રવિન્દ્ર ગાડે પોર ખાતેની ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે. તેઓ અલવાનાકા શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદીને (Street Fight Vadodara) પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શનિદેવ મંદિરથી ભૈરવનગર તરફ જતા રોડ પર સામેથી આવતી હાથલારીનું પૈડું તેમના પગ પર ચડી ગયું હતું. આથી આધેડએ લારી ચાલકને લારી સંભાળીને ચલાવવાનું કહ્યું હતું.
ઠપકો આપતાં બોલાચાલી શરૂ થઈ
ફરિયાદ મુજબ રવિન્દ્રભાઈની વાતથી લારી ચાલક ઉશ્કેરાઈ (Street Vendor Attack) ગયો હતો અને ગાળો બોલીને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. લારી ચાલકની ઓળખ પ્રેમદાસ રૂપલાલ ગૌતમ તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું અને હાલ ભૈરવનગર વિસ્તારમાં રહેતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પાટીયાથી માથાના ભાગે ઉપરાઉપરી ઘા
બોલાચાલી દરમિયાન આધેડ લારી ચાલકને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી પ્રેમદાસે પ્લાયવુડનું લાંબું પાટીયું હાથમાં લઈ આધેડ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. CCTV ફૂટેજમાં આરોપી દ્વારા ગણતરીની સેકન્ડોમાં આધેડ પર ઉપરાઉપરી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ આધેડ રસ્તા પર ઢળી પડ્યા હતા.
પુત્રના મિત્રએ હોસ્પિટલ પહોંચાડ્યા
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમના પુત્રના મિત્ર પિયુષ રાજપૂત ત્યાં પહોંચ્યા હતા અને તેમને તાત્કાલિક બાઇક પર અલવાનાકા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હાલ આધેડની સારવાર ચાલી રહી છે.
CCTVના આધારે પોલીસ તપાસ
સમગ્ર હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડના નિવેદનના આધારે પોલીસે લારી ચાલક (Manjalpur Police) સામે ફરિયાદ નોંધી છે.પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાના કારણ તથા આરોપી સામેની આગળની કાયદેસરની કાર્યવાહી અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર
આ પણ વાંચો: અમદાવાદમાં H1N1ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: સુરત સરથાણામાં સ્કૂલ સામે જાહેરમાં દારૂની મહેફિલ, પેગ બનાવતો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ
