Surat News/ માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર

માંડવીના ગોદાવાડી ગામમાં ઘરમાં એકલી યુવતીની હત્યા. હત્યા બાદ 2.52 લાખની મિલકત લૂંટી હત્યારા ફરાર. ચાર્જિંગ કેબલથી ગળું દબાવી હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા.

Gujarat Surat Breaking News
murder

Surat News: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં લૂંટ સાથે હત્યા (Murder)ની ગંભીર ઘટના સામે આવી છે. વાસુદેવ પટેલ અને તેમની પત્ની બે દિવસ માટે ધાર્મિક યાત્રાએ ગયા હતા, જ્યારે તેમની દીકરી નિધિકુમારી ઘરમાં એકલી હતી.

આ દરમિયાન 23 ઓગસ્ટની રાત્રે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા. આરોપીઓએ યુવતીના હાથ બાંધી તેના માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ચાર્જિંગ કેબલના વાયરથી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. હત્યા બાદ આરોપીઓ યુવતીનો મૃતદેહ ધાબા પર સંતાડી ફરાર થઈ ગયા હતા.

યુવતીની Murder બાદ સોના-ચાંદી સહિત 2 લાખથી વધુની લૂંટ

ઘરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા શખ્સોએ યુવતીને કાબૂમાં લેવા માટે તેના હાથ બાંધી દીધા હતા. ત્યારબાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ સમગ્ર ગોદાવાડી (Godavadi)ગામમાં ચકચાર મચાવી દીધી છે. આરોપીઓ ઘરમાંથી સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રૂપિયા 35 હજાર રોકડા, ચાંદીના સાકળા તેમજ યુવતીનો મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા. 2.52 લાખની મિલકત લૂંટી (Robbery)ગયા હોવાનું જણાવાયું છે.

માતા-પિતા પરત ફરતાં દીકરી મૃત હાલતમાં મળી

યુવતીના માતા-પિતા ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન નિધિકુમારી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે જરૂરી કાર્યવાહી (Police Investigation) હાથ ધરી છે.


આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા,લૂંટ દરમિયાન બોરસદની વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો

 આ પણ વાંચો:વડોદરામાં પ્રેમસંબંધનો ખૂની અંત: યુવતીની હત્યા પ્રેમીએ જ કરી, કલાકોમાં ભેદ ઉકેલાયો

આ પણ વાંચો: ગાંધીધામમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, હોટેલ રૂમમાં યુવતીની હત્યા