Vadodara News: શહેરના અંકોડિયા વિસ્તારમાંથી મળી આવેલી યુવતીની હત્યા (Lover Murder Cas)નો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા તેના જ પ્રેમીએ અન્ય સાથેના સંબંધની શંકામાં કરી છે.
મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર હોવાનું સામે આવ્યું છે, જે મુજમહુડા ગામની વતની હતી. ઘટનાના એક દિવસ પહેલાં, એટલે કે રવિવારે, દિવ્યા ઘેરથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે પરત ફરી નહોતી. પરિવાર દ્વારા વારંવાર ફોન કરવામાં આવ્યા છતાં સંપર્ક ન થતા ચિંતા વધી ગઈ હતી.પછી સોશિયલ મીડિયા પર અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં મૃતદેહ દિવ્યાનો હોવાનું બહાર આવ્યું હતું.
Lover Murder Cas: યુવતીને બોલાવી પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી
પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી રોહન વણકર ઉર્ફે પરમાર, જે કોશિંગા બોડેલીનો વતની છે, તેણે આ હત્યા (Lover Murder Cas) કરી છે. રોહન શહેરના ગાય સર્કલ વિસ્તારમાં આવેલી એક કેફેમાં નોકરી કરતો હતો, જ્યારે દિવ્યા નજીકની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. બંને વચ્ચે છેલ્લા પાંચથી છ મહિનાથી પ્રેમસંબંધ હતો.આરોપીને યુવતીના અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને કારણે તેણે 3 મેના રોજ દિવ્યાને અંકોડિયા વિસ્તારના મિની વોટરપાર્ક ખાતે બોલાવી હતી. ત્યારબાદ તેને નજીકની અવાવરૂ જગ્યાએ લઈ જઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો.
આવેશમાં આવીને આરોપીએ પોતાના પાસે રહેલા કોમ્પ્યુટર વાયરથી દિવ્યાનું ગળું દબાવી હત્યા (Lover Murder Cas) કરી હતી. હત્યા બાદ લાશને ચાદરમાં વીંટાળી ત્યાં જ ફેંકી દેવામાં આવી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી રોહનને ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે.આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે જો સમયસર કાર્યવાહી થઈ હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત.
આ પણ વાંચો:વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાના કારણે ચકચાર મચી
આ પણ વાંચો:વડોદરાના બકરાવાડીમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો:વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા
