ભાવનગર/ ભાવનગર મનપાના બે કોર્પોરેટરને કોન્ટ્રાકટર બનવાના અભરખા મોંઘા પડ્યા

વારંવાર ભાજપના નગરસેવકોને કોઇને કોઇ આક્ષેપોસહ રાજીનામા અપાવતા ખુદ પક્ષ જ બદનામ થાય છે. ત્યારે ભાવનગર શહેર કૉંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે

Gujarat Others

ભાવનગર શહેર ભાજપે હવે વિવાદોમાં ઝંપલાવ્યું છે.  ત્યારે કોર્પોરેટરો દ્વારા આડકતરી રીતે રખાતા કોન્ટ્રાક્ટ અને વારંવાર ટકોર છતાં સ્ટેન્ડીંગ કમિટી અને સાધારણ સભામાં પ્રશ્નો ઉછાળતા અંતે સ્ટેન્ડિંગ કમિટીમાંથી બે સભ્યોને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રાજીનામુ આપ્યું .

ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભાના બે નગર સેવકો સામે કાર્યવાહી કરવાની ચાલતી ગતિવિધીએ રાજકારણ ચર્ચાના ચકડોળે ચડયું છે.છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં કોર્પોરેટરો કોન્ટ્રાક્ટરો બની જવાના મુદ્દે વિવાદો ઊભા થયા છે. આઉટસોર્સિંગ અને ડ્રેનેજ ક્લીનીંગના કોન્ટ્રાક્ટનો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ લાંબો સમય ચાલ્યો છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કુલદીપભાઈ પંડ્યા અને પંકજસિંહ ગોહિલ દ્વારા અન્ય નામ પર આડકતરી રીતે સંકળાઈ કોન્ટ્રાક્ટ મેળવવામાં કરેલી કાર્યવાહી ચર્ચાસ્પદ બની હતી. સ્ટેન્ડીંગ કમિટી અને સાધારણ સભામાં વિવિધ મુદ્દાઓ પર બંને સભ્યો દ્વારા ઊછળી ઊછળીને બોલતા અટકાવવાનો સંગઠન દ્વારા પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા બન્ને નગર સેવકો ને સ્ટેન્ડિંગ કમિટીમાંથી રાજીનામાં આપવા ના આદેશ અપાય છે ત્યારે પ્રદેશ કમિટીના આદેશ અનુસાર આજરોજ બંને નગર સેવકો નિયમ અનુસાર ટ્રેનિંગ કમિટીના ચેરમેનને તેમના રાજીનામા આપ્યા હતા.

ભાવનગર શહેર ભાજપ અને કોર્પોરેશનના ભાજપના નગરસેવકો પર આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. જેની નોંધ પ્રદેશ કક્ષાએ ગંભીરતાથી લીધી છે. આગામી ચૂંટણી પૂર્વે વિવાદમાં નહીં પડવા અને કચરો સાફ કરવા પ્રદેશ મક્કમ બન્યુ છે. વારંવાર ભાજપના નગરસેવકોને કોઇને કોઇ આક્ષેપોસહ રાજીનામા અપાવતા ખુદ પક્ષ જ બદનામ થાય છે. ત્યારે ભાવનગર શહેર કૉંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાવનગર મહાનગરપાલિકામાં ચાલતા અન્ય કોન્ટ્રાકટમાં પણ ભાજપના લોકો ભળેલાં છે. જેને લઈને ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  તેમ જ આ બંને કોર્પોરેટરની કોર્પોરેટર પદે થી પણ રાજીનામાની માંગણી માટે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

બનાસકાંઠા/ વિધર્મી યુવકે ધર્મપરિવર્તન કરાવતા પરિવારનો આપઘાતનો પ્રયાસ