Surat News: સુરત શહેરમાં Surat City એક યુવક સુરત રેલ્વે સ્ટેશન Surat Railway Station અને સહારા દરવાજા વચ્ચેના રેલ્વે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી જઈ હંગામો મચાવતો હતો, નશામાં યુવક હાઈટેન્શન લાઈનનાં થાંભલા પર દોડાદોડી કરતો જોવા મળ્યો હતો તેમજ શર્ટ પણ કાઢી નાખતા લોકોનું ટોળું વળ્યું હતું, તેમ જાણવા મળતાં ફાયર વિભાગ ત્વરિત હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી યુવકને નીચે ઉતારવામાં સફળ રહ્યું હતું.

ફાયર અને પોલીસ, આરપીએફ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવી રહ્યો હતો. જો કે, તે નશામાં હોય હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરી રહ્યો હતો અને ઉપર જ ડાન્સ પણ કરી રહ્યો હતો. આખરે જહેમત બાદ ફાયર વિભાગ અને પોલીસ કર્મીઓ સફળ રહ્યાં હતા. યુવકની પૂછપરછ કરતાં પોતે મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં જ આવ્યો હતો.

યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો અને તેની મેડિકલ પણ તપાસ કરવામાં આવી હતી. 108 દ્વારા યુવકની તપાસ કરતા તેને કોઈ સમસ્યા હોવાનું સામે આવ્યું નથી.
આ પણ વાંચો:બનાસકાંઠામાં એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
આ પણ વાંચો:આગામી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં
