અમદાવાદમા પાર્કીગની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા ફ્લાયઓવર તેમજ રેલવે બ્રીજ નીચે 19 જગ્યાએ પે એન્ડ પાર્ક ઉભુ કરવામા આવશે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમા આ નીર્ણય લેવામાં આવ્યો છે. રેવન્યુ શેરીંગના ધોરણે ઉભા કરવામા આવેલા આ પે એન્ડ પાર્કમા કુલ 6500 ટુ વ્હીલર અને 760ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.
આમ બ્રીજની નીચેની જગ્યાએ જ્યાં દબાણ થતુ હતુ. તેમજ જગ્યા ખાલી પડી રહેતી હતી. તેનો સદઉપયોગ થશે. જોકે આ કામને લઇ વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. 19 પે એન્ડ પાર્કમા કેટલાક ટેન્ડર ધારકો એવા છે જેઓએ 90થી 100 ટકા શેરીગ આપવાની સહમતી દર્શાવી છે. એટલે કમાણીનો મોટો ભાગ કે 100 ટકા કમાણી કોર્પોરેશનને આપશે તો સવાલ એ થાય કે તો શા માટે કોઇ વ્યક્તી પાર્કીગ ચલાવવાનુ પસંદ કરે? આ પ્રકારનો કોન્ટ્રાક્ટ લઇને ભ્રસ્ટાચાર કરવામા આવશે. પે એન્ડ પાર્કમા વધુ નાણા લેતા હોવાની અગાઉ કેટલીક જગ્યાએ ફરીયાદ ઉઠી હતી ત્યારે હવે આ પ્રકારની ફરીયાદોમા તેમજ ભ્રષ્ટાચારમા વધારો થશે તેમ વિપક્ષનો આક્ષેપ છે.
જે જગ્યાએ પે એન્ડ પાર્ક થવાના છે તેની પર નજર કરીએ તો
સોલા રેલવે ઓવર બ્રીજ
ગોતા રેલવે ઓવર બ્રીજ
હેલમેટ ઓવર બ્રીજ
આંબેડકર બ્રીજ
રાણીપ રેલવે ઓવરબ્રીજ
ઇનકમટેક્ષ ફલાય ઓવર
એ ઇ સી ઓવરબ્રીજ
ઠકકરબાપાનગરબ્રીજ
બાપુનગર ફ્લાય ઓવર
સીટી એમ બ્રીજ
ઇસનપુર બ્રીજ
ગુરુજી બ્રીજ ઘોડાસર
સોનીની ચાલી બ્રીજ
હાટકેશ્વર બ્રીજ
જશોદાનગરબ્રીજ
શીવરંજની ફલાય ઓવર બ્રીજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
