અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે આજે મુંબઈમાં ભારે વરસાદ સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. એટલું જ નહીં આ દરમિયાન દરિયામાં ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. ચક્રવાતને કારણે મુંબઈ એરપોર્ટ પરની ઘણી ફ્લાઈટને પણ અસર થઈ છે. આ ચક્રવાતને જોતા હવામાન વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાત દ્વારકાથી 380 કિલોમીટર દૂર છે. એવું માનવામાં આવે છે કે ચક્રવાત 15 જૂન સુધીમાં ગુજરાતના જખૌ બંદરને પાર કરી શકે છે. આવી સ્થિતિમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે.
શાળાઓ બંધ
ચક્રવાતને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. મુંબઈમાં આજે ભારે પવન અને ધૂળની ડમરીના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાતે ખૂબ જ ગંભીર ચક્રવાતનું રૂપ લઈ લીધું છે. હાલમાં તે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
IMPORTANT INFORMATION:
Inclement weather conditions and the temporary closure of Runway 09/27 at the Mumbai airport, in addition to other consequential factors beyond our control have resulted in delays and cancellation of some of our flights. We regret the inconvenience caused…
— Air India (@airindia) June 11, 2023
આપને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન બિપરજોયને ધ્યાનમાં રાખીને, ગુજરાતના જૂનાગઢની શાળાઓમાં 16 જૂન સુધી રજા આપવામાં આવી છે. આ સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપાએ જણાવ્યું હતું કે, બીપોરજોયનો ખતરો વધી રહ્યો છે. આ વાવઝોડાને પગલે તેજ પવન ફૂંકાય રહ્યો છે. તેથી સ્કૂલોમાં ભણતા નાના બાળકોને કોઈ ગંભીર અસર ન થાય તેની તકેદારીના ભાગરૂપે બે દિવસ સુધી મોરબી જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં મોરબી જિલ્લાની તમામ શાળાઓ તા.14 અને તા.15ના રોજ બંધ રહેશે તેની શાળા સંચાલકો અને વાલીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
પ્રભારી મંત્રી રાધવજી પટેલ અને રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ શાળા કૉલેજો બે દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવમાં આવ્યો છે. આગામી તારીખ 14 અને 15 જૂનનાં રોજ જિલ્લાની શાળા કૉલેજોમાં રજા રહેશે.
ચક્રવાતને કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
વહીવટીતંત્ર દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં NDRFની સાત ટીમો તૈનાત કરવામાં આવી છે. તે જ સમયે, લોકોને દરિયાકાંઠાના વિસ્તારોની નજીક જવાની મનાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયાની નજીક રહેતા લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. ચક્રવાતને કારણે મુંબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઈટ ઑપરેશનને અસર થઈ છે. તે જ સમયે, મોટી સંખ્યામાં લોકો તેમની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં ચક્રવાતી તોફાનના કારણે ઘણી કંપનીઓએ પોતાના વિમાનોની ઉડાન રદ કરી દીધી છે. આ એપિસોડમાં રવિવારે મુંબઈના દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ
આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા
આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી
આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ
આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી
