દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગરવા ગિરનારની ગોદમાં આવી પહોંચે છે ગિરનાર પર્વત અનેક ધર્મસ્થાનો આવેલા છે માં અંબે અને દત્તાત્રે ભગવાનના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે અહીં ગંદકીને લઈને હાઇકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી બાદમાં હાઇકોર્ટે વહીવટી તંત્રને ટકોર કરી હતી. હાઇકોર્ટની ટકોર બાદ વહીવટી તંત્ર વન વિભાગ હરકતમાં આવ્યું અને કમિટી બનાવી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે ગિરનાર પર ગંદકી ન થાય જેને લઇ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની સાથે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા સૂચનાઓ આપી છે સાથે વેપારીઓને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ નહીં કરવા અપીલ કરાય છે. જે પણ લોકો પ્લાસ્ટિક સાથે ગિરનાર પર જોવા મળશે તો તેની સામે દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.
આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગિરનાર કે જ્યાં અનેક દેવી-દેવતાઓ બિરાજે છે.ગિરનારના પ્રવાસે અને દર્શનાર્થે લાખોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે પરંતુ જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જુવા મળતી હોવાથી સાધુ સંતોએ પણ શ્રદ્ધાળુઓને અને વેપારીઓને જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી છે ગિરનારે આસ્થાનું કેન્દ્ર છે અને અહીં ગંદકી થાય તો એ શરમજનક કહેવાય ભારતી આશ્રમના મહંતે લોકોને ગિરનાર પર જ્યાં ત્યાં ગંદકી નહીં કરવા અપીલ કરી છે.
ગિરનારથી સીડીથી લઈ પર્વત સુધી અનેક દુકાનો આવેલી છે અહીં લોકો તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે વન વિભાગ અને વહીવટી તંત્રના પ્લાસ્ટિક મુક્તિ નિર્ણયને વેપારીઓએ બિરદાવ્યો છે વેપારીઓ દ્વારા પણ ગિરનાર પર ગંદકી ન થાય જેને લઇ સમર્થન આપવામાં આવ્યું છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પણ વેપારીઓ જ્યાં ત્યાં ગંદકી નહીં કરવા પણ સમજ આપી રહ્યા.પરંતુ પ્લાસ્ટિકની જગ્યા પર અન્ય ખાણીપીણીની વસ્તુઓ કાગળમાં વેચાણ કરવા આપે તેવી પણ માંગ કરી છે હાલ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા વેપારીઓનો 50% જેટલો વેપાર ઓછો થયો છે.
આમ ગિરનાર પર થયેલ ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પીઆઇએલ બાદ તંત્રએ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલ અમલવારી શરૂ કરાવી છે.
આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો
આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર
આ પણ વાંચો:શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV
આ પણ વાંચો:6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે…
