Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયન પેરા ગેમ્સમાં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરનારા બે દિવ્યાંગ ખેલાડીઓ ની વિશેષ સિદ્ધિને બિરદાવી તેના ગૌરવ સન્માન રૂપે રાજ્ય સરકારમાં વર્ગ 1અને વર્ગ-2 તરીકે નિમણૂક આપવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અમલી ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
તદઅનુસાર, ઓલીમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓને પુરસ્કાર ઉપરાંત રાજ્ય સરકારની વર્ગ ૧ અને વર્ગ-૨ની જગ્યા ઉપર નિમણૂકની ઓફર પણ આપવામાં આવે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ આ સંદર્ભમાં તાજેતરમાં 2023ની એશિયન પેરા ગેઇમ્સમાં ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચેસની રમતમા ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત બે દિવ્યાંગ પ્રજ્ઞા ચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.
આ બે દિવ્યાંગ ખેલાડીઓમાં ચોથી એશિયન પેરા ગેમ્સની પુરુષો માટેની ચેસની રમતમાં ગોલ્ડ મેડલ વિજેતા દર્પણ સતીશ ઇનાણી અને એ જ રમતોત્સવમાં મહિલાઓ માટેની ચેસમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર હિમાંશી ભાવેશભાઈ રાઠીનો સમાવેશ થાય છે.
તેમણે પ્રજ્ઞા ચક્ષુ યુવાન દર્પણ સતીશ ઇનાણીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૧ તરીકે નિમણૂક આપવાની અનુમતિ આપી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રજ્ઞા ચક્ષુ સુશ્રી. હિમાંશી ભાવેશભાઈ રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ ૨ તરીકે નિમણૂક આપવા મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવી વિશ્વ સ્તરીય રમત ગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા પ્રતિભા સંપન્ન ખેલાડીઓને રાજ્ય સરકાર માં નિમણુક આપવાના અપનાવેલા આ અભિગમ ને પરિણામે વધુ ને વધુ ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળશે.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: પીડિત યુવતીને સહકારી બૅન્કમાં મળી નોકરીની ઓફર, સમાજમાં આનંદ
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના જામીન મંજૂર થતા કોર્ટ સંકુલમાં પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: અમરેલીના લેટર કાંડના પડઘા સુરતમાં, મીટિંગ પહેલા જ સરકારે કર્યુ દબાણ
