Ahmedabad News/ અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: શહેરમાં 3 નવા ડિવિઝન અને પોલીસ સ્ટેશન શરૂ

અમદાવાદમાં પોલીસ (Ahmedabad Police ) માળખામાં મોટો ફેરફાર,3 નવા ડિવિઝન અને પોલીસ સ્ટેશન શરૂ થતા હવે શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
નવા ડિવિઝન સાથે Ahmedabad Police વધુ સક્રિય

Ahmedabad News: અમદાવાદ શહેરના સતત વિસ્તરણ અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને પોલીસ માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે શહેરમાં ત્રણ નવા પોલીસ ડિવિઝન-P, R અને S-અસ્તિત્વમાં આવ્યા છે. આ બદલાવ સાથે શહેરમાં ત્રણ નવા પોલીસ સ્ટેશન (Ahmedabad Police) પણ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનવાની અપેક્ષા છે.

Ahmedabad Police : નવા પોલીસ સ્ટેશનોનો સમાવેશ

નવા માળખા હેઠળ નીચેના પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે.વસ્ત્રાલ,મોટેરા,સાબરમતી ઇસ્ટ આ નવા પોલીસ સ્ટેશનો શહેરના વિસ્તરતા વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

ડિવિઝન પ્રમાણે નવી ફાળવણી

નવા ફેરફારો મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોને નવા ડિવિઝનમાં ગોઠવવામાં આવ્યા છે:

  • P ડિવિઝન: કુલ 3 પોલીસ સ્ટેશનોનો સમાવેશ
  • R ડિવિઝન: ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલ પોલીસ સ્ટેશન
  • S ડિવિઝન: વટવા, વટવા GIDC અને રામોલ પોલીસ સ્ટેશન

ઝોન-8માં થયો મહત્વનો ફેરફાર

નવા માળખા હેઠળ ઝોન-8માં હવે R અને S ડિવિઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં પોલીસ (Ahmedabad Police )ની દેખરેખ વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો:ગુજરાત પ્રવાસન ક્ષેત્રે સુરક્ષાનું નવું સોપાન: ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’…

આ પણ વાંચો:સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ

આ પણ વાંચો:ખાડિયા પોલીસ સ્ટેશન પાર્કિંગમાં ભીષણ આગ, 25 વાહનો આગમાં ભસ્મીભૂત