Gujarat Local Body Election 2026/ નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી(Elections)ના પરિણામો બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સ્પષ્ટ બહુમતી કોઈપણ પક્ષને ન મળતા હવે જોડતોડની રાજનીતિ તેજ બની છે.આ ચૂંટણી(Elections)માં આપના 8, ભાજપના 7 અને કોંગ્રેસના 1 સભ્ય વિજેતા બન્યા છે. એક બેઠક પર રીકાઉન્ટિંગ બાદ કોંગ્રેસના ઉમેદવારને વિજય મળ્યો હોવાનું જાહેર થયું છે.

આ ચૂંટણી(Elections)માં આપના 8, ભાજપના 7 અને કોંગ્રેસના 1 સભ્ય વિજેતા બન્યા છે
પરિણામો જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓમાં ઝડપ આવી ગઈ છે. આપના 8 વિજેતા સભ્યોને સુરક્ષા કારણોસર રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.હાલ પરિસ્થિતિ એવી છે કે તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે આપ અને ભાજપ વચ્ચે સભ્યોને પોતાના તરફ ખેંચવાની હોડ લાગી છે.

બંને પક્ષો સત્તા સ્થાપવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.આ દરમિયાન આપના નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જનતાએ તેમના પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે અને તેઓ આ જનમંડેટનો સન્માન કરશે.
આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો: રાજ્યની 34માંથી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
આ પણ વાંચો: આ પણ વાંચો: BJPની પ્રચંડ સુનામી, તમામ મનપામાં ક્લીન સ્વીપ
