Lifestyle/ શરીર રહેશે હાઇડ્રેટેડ…પાચન પણ થશે મજબૂત! બનાવો ચોખાનું પાણી…ઉનાળાનું સ્પેશ્યલ ડ્રિંક…

ચોખાનું પાણી (Rice Water Drink) જેને સામાન્ય રીતે ‘ચોખાની માંડ’ , ‘ભાતનું ઓસામણ’ પણ કહે છે એ જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે જે સ્ટાર્ચ નીકળે છે…

Trending Food Health & Fitness Lifestyle
Rice Water Drink, ચોખાની માંડ, ઓસામણ, પરંપરાગત, પીણું

Lifestyle: ચોખાનું પાણી (Rice Water Drink) શરીરને હાઇડ્રેટેડ રાખવામાં સહાયક છે અને પાચન માટે પણ એ ફાયદાકારક માનવામાં આવે છે. જો આ ગરમીથી રાહત મેળવવા માટે તમે કોઇ એવા પીણાની શોધમાં છો કે જે શરીરને અંદરથી ઠંડક તો પ્રદાન કરે અને એ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો આ લેખ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.

ઉનાળાની ઋતુ (Summer Season) આવતાવેંત શરીરમાં જાણે કે ગરમી વધી જાય છે. આ સંજોગોમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું અત્યંત જરુરી છે. આ ગરમ વાતાવરણમાં તીખો તાપ, પરસેવો અને વધતું શરીરનું તાપમાન શરીરમાંથી પાણીની માત્રાને ઓછી કરી નાખે છે જેથી થાક, નબળાઇ અને ડિહાઇડ્રેશન (Weakness & Dehydration) જેવી સમસ્યાઓ થવા લાગે છે.

Rice Water Drink, ચોખાની માંડ, ઓસામણ, પરંપરાગત, પીણું

ગરમીમાં ઠંડક પ્રદાન કરતો આહાર લેવો

ઉનાળાની ઋતુ આવતાવેંત શરીરમાં જાણે કે ગરમી વધી જાય છે. આ સંજોગોમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું અત્યંત જરુરી છે. આ સંજોગોમાં લોકો પોતાના ડાયેટમાં ઠંડક થાય એવો આહાર સામેલ કરે છે. જેમ કે, ઠંડા પીણાં અથવા તો ઠંડી તાસીર વાળી વસ્તુઓ જેવી કે ટેટી, તરબૂચ, શેરડીનો રસ, દ્રાક્ષનો રસ, લીંબુ પાણી અને છાશ..!

બજારમાં અનેક પ્રકારના ઠંડા પીણા ઉપલબ્ધ છે જેને ફક્ત પાણી અને બરફ ઉમેરીને જ બનાવવાના રહે છે. પણ આ તમામ તૈયાર ડ્રિંક્સમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ (Sugar & Preservatives) વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થઇ શકે છે. આવા સંજાગોમાં ઘરે જ કોઇ એવું પીણું તૈયાર કરવું ઉત્તમ રહેશે કે જેને બનાવવામાં વધુ મહેનત પણ ન પડે અને એ હૅલ્થ માટે ફાયદાકારક હોય!

Rice Water Drink, ચોખાની માંડ, ઓસામણ, પરંપરાગત, પીણું

ચોખાનું પાણી પીવાના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Rice Water)

ચોખાનું પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં સહાયક છે અને પાચન માટે પણ એ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, એ સરળતાથી પચી જાય છે. એમાં રહેલા કુદરતી કાર્બોહાઇડ્રેટ્સ શરીરને શક્તિ પ્રદાન કરે છે. એના સ્વાદ અને પોષણમાં વૃદ્ધિ કરવા માટે એમાં શેકેલું જીરું, સંચળ અને થોડો લીંબુનો રસ મિક્સ કરી શકાય છે. વિશેષ બાબત એ છે કે, આ ડ્રિંકમાં ખાંડ ઉમેરવાની જરાય જરુર રહેતી ન હોવાથી એ અત્યંત હૅલ્ધી અને રિફ્રેશિંગ પીણું સાબિત થાય છે.

જો આ ગરમીથી રાહત મેળવવા માટે તમે કોઇ એવા પીણાની શોધમાં છો કે જે શરીરને અંદરથી ઠંડક તો પ્રદાન કરે અને એ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય તો આ લેખ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે. અહિં ચોખામાંથી બનતું એક પરંપરાગત પીણું બનાવવાની રેસિપી વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે તમારા શરીરને કેવળ હાઇડ્રેટેડ જ નહિં રાખે પરંતુ તમારી ગટ હૅલ્થ અર્થાત્ પાચન તંત્ર (Digestion)ને પણ મજબૂત બનાવવામાં કારગર સિદ્ધ થશે. તો વિના વિલંબે જાણી લઇએ આ હૅલ્ધી ડ્રિંક (Healthy Drink) બનાવવાની રેસિપી વિશે…

ગરમીઓમાં ચોખાનું ડ્રિંક બનાવો

ચોખાનું પાણી જેને સામાન્ય રીતે ‘ચોખાની માંડ’ , ‘ભાતનું ઓસામણ’ (Mand or Osaman) પણ કહે છે એ જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે જે સ્ટાર્ચ નીકળે છે એમાંથી બને છે. ભારત (India)ના અનેક ક્ષેત્રોમાં ખાસ કરીને ગરમીની ઋતુ દરમિયાન, આ પરંપરાગત પીણું (Traditional Drink) ખાસ કરીને બનાવવામાં આવે છે પણ આજે આ પીણું શહેરોમાં લુપ્તપ્રાય: થઇ રહ્યું છે!

ચોખાના પાણીનો સ્વાદ હળવો અને પૂર્ણતયા: કુદરતી હોય છે. ટેક્સ્ચરમાં એ સ્મૂધ હોય છે અને છાશની સરખામણીએ એ વધુ હળવું જ્યારે લીંબુ પાણીની સરખામણીએ એ ઓછી ખટાશ ધરાવતું કૃત્રિમ ઘટકો વિનાનું પીણું (Natural Drink) છે. જે પણ લોકોને સાદું અને હળવું પીણું પીવાનું પસંદ છે એમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

Rice Water Drink, ચોખાની માંડ, ઓસામણ, પરંપરાગત, પીણું

ચોખાનું પાણી બનાવવાની રેસિપી (Rice Water Drink Recipe)

1. સૌપ્રથમ ચોખાને બે વખત સારી રીતે ધોઇ લેવા અને એનું પાણી દૂર કરી લેવું.

2. હવે એક પૅન લઇને એમાં ચોખાની સાથે 3 કપ પાણી ઉમેરવું.

3. આ મિશ્રણને ચોખા સારી રીતે રંધાઇ જાય ત્યાં સુધી થવા દેવું.

4. જ્યારે પણ ચોખા રંધાઇ જાય તો એક ચાળણી કે સૂપની ગળણી વડે એનું પાણી એક વાસણમાં અલગ કરી લેવું.

5. રંધાયેલા ભાતનો તમે જમવામાં ઉપયોગ કરી શકો છો.

6. આ ચોખાના પાણીમાં શેકેલું જીરું, સંચળ અને થોડો લીંબુનો રસ (Roasted cumin, black Salt and lemon juice) મિક્સ કરી લેવો.

તૌ તૈયાર છે તમારું સરળ અને સ્વાસ્થ્યવર્ધક ચોખાનું પીણું…જેના સેવનથી તમને ગરમીની સિઝનમાં અવશ્ય રાહત મળશે!


આ પણ વાંચો: કેવળ 4 મિનિટમાં જ બનશે 4 જાતની લસ્સી….પીતાવેંત મગજ ઠંડક અનુભવશે! ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: કસ્ટર્ડ પાવડર, ખાંડ અને ક્રીમ વિના બનાવો મેંગો ફ્રૂટ કસ્ટર્ડ…ઉનાળાની સ્પેશ્યલ ઠંડી-ઠંડી રેસિપી..!

આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!