પ્રિયંકા ચોપરા અને નીક જોનસની ડેટિંગની ખબરોનું બજાર ગરમ છે. બંને શુક્રવારે એક-બીજાના હાથમાં-હાથ પરોવીને જોવા મળ્યા હતા. પ્રિયંકાએ ડીનર પર નીકની મુલાકાત એની માતા સાથે કરવી હતી. સોશિયલ મિડિયા પર નીકે, પ્રિયંકાનો એક વીડિઓ પોસ્ટ કર્યો હતો. જેમાં અભિનેત્રી વરસાદમાં ટેરેસ પર મસ્તી કરતી નજરે ચડે છે.
નીકની આ પોસ્ટમાં પ્રિયંકા સાથે એક બીજી પણ સ્પેશીયલ વસ્તુ છે. એ છે વીડિઓનું કેપ્શન. જેમાં નીકે દિલવાળા ઈમોજી સાથે Her લખ્યું છે. વીડિઓના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. અભિનેત્રી ઘણી ખુશ દેખાઈ રહી છે.
https://twitter.com/NickJonasUPD/status/1010296130322751488
પહેલા એક-બીજાના હાથ પકડીને દેખાવું, ત્યારબાદ નીકનું આ સ્પેશીયલ કેપ્શન લખવાનું દર્શાવે છે કે બંને વચ્ચે કઈક તો રંધાઈ રહ્યું છે. ઘટનાઓ જોતા ક્યાસ લગાવી શકાય છે કે પ્રિયંકા અને નીક પોતાના રીલેશનને નવા પડાવ પર લઇ જવા માંગે છે. જોકે પ્રિયંકાની માતા અને બીજા નજીકના લોકોએ નીક સાથે અફેર હોવાની વાતને નકારી દીધી છે.

હાલમાં જ નીક જોનસના ભાઈએ અભિનેત્રીના વખાણ કર્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ નીકના પિતાને ઈંસ્ટગ્રામ પર ફોલો કરવાનું શરુ કર્યું હતું. નીક જોનસ અમેરિકી સિંગર અને ગીતકાર છે.એમની ઉમર 25 વર્ષની છે. પ્રિયંકા સાથે એમની મુલાકાત ટીવી શો કવાંટીકોમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ગયા વર્ષે બંને MET ગાલામાં એકસાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. બંનેએ એક જ ડીઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો.
