Political/ બંગાળની ચૂંટણી મમતા ‘દીદી’ માટે અસ્તિત્વનો જંગ, અને ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ

બંગાળની ચૂંટણી મમતા ‘દીદી’ માટે અસ્તિત્વનો જંગ, અને ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો જંગ

India Trending

બંગાળની આ વખતની ચૂંટણી કંઇક અલગ છે.  અલગ એટલા માટે છે કારણ કે પાછલા કેટલાક વર્ષોમાં એવુ પહેલીવાર થઇ રહયુ છે કે, સત્તાધારી પાર્ટી ટીએમસીને પણ મેદાનમાં ઉતરીને સાબિતી આપવી પડી રહી છે. તો બીજી  તરફ ભાજપનો પણ મતદારોના મન સુધી પહોચવાનો પુરો પ્રયાસ છે. તો વર્ષોથી બંગાળની ગાદી પર રાજ કરનાર મમતા દીદી પણ ગાદીને બચાવવાના મરણતોલ પ્રયાસ કરી રહયા છે.

Didi Direct – An interview with Mamata Banerjee – All India Trinamool  Congress

આમ તો આ વખતે તમિલનાડું, કેરલ, આસામમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. પણ પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી ચૂંટણી અનેક કારણોને લીધે લાઇમલાઇટમાં છે. આ ચૂંટણી મમતા બેનર્જી અને ભાજપ બંને માટે કરો યા મરો જેવી સાબિત થવાની છે. ૨૦૧૬માં તો ભાજપે માત્ર ત્રણ બેઠક પડાવી હતી. પણ આ આંકડો ૨૦૧૯માં ૧૮ પર પહોચી ગયો હતો. ભાજપે જે રીતે વિપક્ષની જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો. તેનાથી આ ચૂંટણીમાં મુખ્ય જંગ સીધો ભાજપ અને ટીએમસી વચ્ચે થઇ ગયો. તો લેફ્ટ અને કોંગ્રેસ બંને માત્ર પોતાનું અસ્તિત્વ બચાવવાની મથામણમાં છે. પણ આ ચૂંટણી શા માટે અલગ છે આવો સમજીએ.

Mamata tables populist budget: Will BJP realise its 'Sonar Bangla' dreams?  - India News

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવતા જ હિંસા અને વિપક્ષી નેતાઓ પરના હૂમલા અને સાથે સત્તારૂઢ ટીઅમેસીના વિરૂદ્ધમાં મુસ્લિમ તૃષ્ટીકરણના આરોપ સાથે સાંપ્રદાયિક ઘટનાઓથી મતદારોમાં પણ ધ્રુવીકરણ થઇ રહયુ છે. બંગાળમાં આ વખતે થઇ રહેલી ચૂંટણી ગત ચૂંટણી કરતાં તદ્દન અલગ છે. આ પહેલાં રાજયમાં ક્યારેય સાંપ્રદાયિક માહોલ જોવા નથી મળ્યો. ત્યાં સધુી કે ૧૯૯૦માં રામ મંદિર માટે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના સમયમાં પણ સાંપ્રદાયિક માહોલ સામાન્ય બનેલો હતો.

India should have four capitals on rotation basis: Mamata Banerjee

અને આ વખતે ત્રણ દાયકા બાદ ભાજપે બંગાળમાં ફરી રથયાત્રા કરી અને આ વખતે તેમનો વિષય મમતા બેનર્જીનું પ્રશાસન અને ભ્રષ્ટાચાર હતો. જો બંગાળી જનતાની વાત કરીએ તો તેઓ રથયાત્રાનું કનેકશન માત્ર ભગવાન જગન્નાથની સાથે જ કરે છે. આવુ પહેલીવાર થયુ કે રાજયમાં જય શ્રી રામના નારાનો ઉપયોગ રાજકીય સ્લોગન તરીકે કરવામાં આવ્યો. અહીની જનતા માટે આ એક નવો કોન્સેપ્ટ હતો. જેને જનતા સ્વિકાર ન કરી શકી. ભાજપ ધ્રુવીકરણ માટે તેનો જ ઉપયોગ કરી રહયુ છે.

ममता बनर्जी के लिए मुश्किल क्यों हो रहे हैं मुस्लिमों और मतुआ से जुड़े  सवाल? - west bengal election 2021 mamata banerjee matua community muslim  vote bank tmc bjp asaduddin owaisi - AajTak

પશ્ચિમ બંગાળમાં જ્યારે લેફ્ટની સત્તા હતી. ત્યારે અહી જાતિ આધારિત ભેદભાવ જોવા મળતો હતો. લેફ્ટની સરકારમાં મટુઆ સમુદાય પણ પ્રભાવી રીતે જોવા મળતો હતો. તે ૨૪ પરગણા દક્ષિણ પરગણા અને નદિયા જીલ્લામાં પ્રભાવ ધરાવતો ઓબીસી સમુદાય છે. મમતા બેજનર્જીએ પણ ૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ આ સમુદાયને વોટબેંકના રૂપમાં બદલ્યો. જો કે ભાજપે તેને તેનાથી વધારે સારી રીતે કામને અંજામ આપ્યો. મટુઆ સમુદાયથી આવનારા શાંતનું ઠાકુર ભાજપની ટિકીટ પર સાંસદ બન્યા, અને આવી જ હાલત રાજબાંગશીમાં સમુદાયની છે. જેણે પાછલા કેટલાક વર્ષોમાં પોતાને મજબૂત બનાવ્યો છે.

As Owaisi taps Muslim anxieties in Bihar, could he extend his success to  West Bengal?

જો વાત અલ્પસંખ્યકોની કરવામાં આવે તો AIMIM ચીફ ઓવૈસી અને ફુરફુરા શરીફ દરગાહના પીરજાદા અબ્બાસ સિદ્દિકી સતત મુસ્લિમોને પોતાના ખેમામાં કરવાનો પ્રયાસ કરી રહયા છે. અને જો કે એ વાત પણ સ્પષ્ટ છે કે કે પશ્ચિમ બંગાળમાં કુલ વસ્તીના ૩૦ ટકા વસ્તી મુસ્લિમોની છે. અત્યાર સુધી મુસ્લિમ તૃણમુલ લેફ્ટ અને કોંગ્રેસની વચ્ચે બેઠેલા હતા. પણ આ વખતે ઓવૈસીએ આખો સીન ફેરવી નાખ્યો છે. હવે તેઓ મમતા બેનર્જીની આ વોટબેંકમાં કેટલું ગાબડું પાડશે તે તો પરિણામોમાં જ ખબર પડશે.

Abhishek's life is for Trinamul: Mamata - Telegraph India

તો બંગાળના પોલીટિકલ ડિસકોર્સમાં એક નવુ ફેક્ટર ભાઇપોના રૂપમાં સામે આવ્યું છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ભ્રષ્ટાચારના મામલાને લઇને ભાજપના ટાર્ગેટ પર છે. જો કે અભિષેક પોતે ટીએમસીના એક મોટા નેતા છે. તેવામાં મમતા માટે આ આરોપોને નજરઅંદાજ કરવા મુશ્કેલ છે. ભાજપના કેટલાય નેતાઓએ ચૂંટણી અભિયાન દરમિયાન અભિષેક બેનર્જી પર નિશાન તાકયુ છે.  તો મમતાએ પણ ભાજપના કેટલાય રાષ્ટ્રીય નેતાઓને લઇને તેમની સજનસભામાં મજાક ઉડાવ્યો છે. તેવામાં આ વખતે આ ચૂંટણીનો જંગ અંગત લડાઇમાં ફેરવાતો જોવાઇ રહયો છે.