બાઇડેન પ્રશાસનનાં 50 દિવસોનાં કાર્યકાળમાં તમામ ભારતીય અમેરિકીઓની નિયુક્તિ થઇ ચુકી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે કહ્યું કે, ભારતીય મૂળનાં અમેરિકી, દેશમાં છવાઇ ગયા છે. બાઇડેન પ્રશાસનમાં અત્યાર સુધી 55 ભારતીય-અમેરિકીઓની ટોચનાં પદો પર નિયુક્તિ થઇ છે.
Earthquake / ન્યૂઝીલેન્ડમાં આવ્યો 8.1 ની તીવ્રતાનો ભૂકંપ, સતત આંચકા અનુભવાતા ભયનો માહોલ
ભારતીય-અમેરિકી મૂળની નાસા સાયન્સટિસ્ટ સ્વાતિ મોહન સાથે વાતચીત દરમિયાન ભારતવંશીઓની પ્રશંસા કરી. ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિક સ્વાતિ મોહને નાસાના માર્સ 2020 મિશનમાં ગાઇડન્સ, નેવિગેશન અને કન્ટ્રોલ ઑપરેશનની જવાબદારી સંભાળી છે. બાઇડેને સ્વાતિ મોહન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભારતીય મુળના અમેરિકી આખા દેશમાં છવાયેલા છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, મારા સ્પીચ રાઇટર વિનય રેડ્ડી આવા જ કેટલાક ઉદાહરણ છે.
Covid-19 / બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ
બાઇડને પોતાના વહીવટમાં મહત્વના પદો પર 55 ભારતીય મૂળના અમેરિકોનોની નિયુક્તિ કરીને ઇતિહાસ રચી નાંખ્યો છે. આ ઉપરાંત, અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના જ છે. બાઇડેન પ્રશાસને એક વધુ ભારીતય મૂળના મહિલા નીરા ટંડનને બજેટ પ્રમુખ પદ પર નિયુક્તિ માટે નૉમિનેટ કર્યા હતા પરંતુ સર્મર્થન ન મળવાના ડરથી તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
