શિલ્પા શેટ્ટી પોતાની અપકમિંગ ફિલ્મ હંગામા -2માં પરેશ રાવલની પત્નીના રોલમાંજોવા મળવાની છે. અગાઉ આ જોડી એક ફિલ્મમાં પિતા પુત્રીના પાત્રમાં જોવા મળ્યા હતા.
શિલ્પા એ આ અગાઉ ફિલ્મ માં પિતા-પુત્રીનો રોલ ભજવ્યો હતો . જયારે આવનારી ફિલ્મ હંગામા 2માં તેમણે મારા સાથે લગ્ન કરી લીધા છે અને પતિના પાત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમનું પાત્ર પત્ની કરતાં ઘણી મોટા વયના પતિનું છે. આ ફિલ્મમાં તેઓ મારા કરતા વયમાં ૧૫ વરસ મોટા પતિની ભૂમિકા ભજવી રહ્યા છે. જે સતત એવી કલ્પનામાં રાચે છે કે, તેની પત્નીને એક નાના વયના પુરુષ સાથે અફેર છે.
શિલ્પાએ વધુમાં જણાવ્યુ હતું કે, મારી આ ફિલ્મ ૨૩ જુલાઇના રિલીઝ થઇ રહી છે,અને હું ખૂબ ઉત્સાહિત છું. પરેશજી સાથે મને ફરી કામ કરવાની બહુ ઇચ્છા હતી જે આ ફિલ્મ દ્વારા પુરી થઇ છે. વાસ્તવમાં આ ફિલ્મ મારી બકેટ લિસ્ટ પર છે. પરેશ, પ્રિયદર્શન અને એક એવી ફ્રેન્ચાઇઝી જે પહેલા સફળ રહી છે. પ્રિયદર્શનની આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટી લાંબા સમય પછી આ ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે પરેશ રાવલ, પ્રણિતા સુભાષ અને મિઝાન જાફરી લીડ રોલમાં જોવા મળવાના છે.
