Video/ સલમાન ખાનના બર્થ-ડે પર જેનેલિયા ડિસોઝાએ કર્યો જબરદસ્ત ડાન્સ, ‘દબંગ’ ખાને પણ મચાવી ધૂમ, જુઓ

જેનેલિયા ડિસોઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને ચાહકોને ભેટ આપી છે. આ વીડિયોમાં સલમાન અને જેનેલિયા બંને એક અંગ્રેજી ગીત પર જોરશોરથી ડાન્સ કરતા જોવા મળે છે.

Trending Entertainment
સલમાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેનો જન્મદિવસ તેના પનવેલ ફાર્મ હાઉસમાં ઉજવ્યો  હતો. જ્યાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ પહોંચી હતી. આમાં જેનેલિયા ડિસોઝાનું પણ નામ છે. અભિનેત્રીએ માત્ર ભાઈજાનના જન્મદિવસમાં જ હાજરી આપી ન હતી પરંતુ તેની સાથે જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :જ્યારે સોનમ કપૂરે એશ્વર્યા રાયને કહ્યું હતું આંટી, પછી મિસેજ બચ્ચને આ રીતે લીધો બદલો !!

બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરીને ચાહકોને ભેટ આપી છે. આ વીડિયોમાં સલમાન અને જેનેલિયા બંને એક અંગ્રેજી ગીત પર જોરશોરથી ડાન્સ કરતા જોવા મળે છે. તે જ સમયે બોલિવૂડ સાથે જોડાયેલા બે લોકો વાત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વીડિયોમાં સલમાન અને જેનેલિયા બંને એક જ કલરની ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/p/CX_NuZBJRVg/?utm_source=ig_web_copy_link

આ વીડિયોને શેર કરીને જેનેલિયાએ સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘સૌથી મોટા હૃદયવાળા વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. ભગવાન તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. અમે તમને પ્રેમ કરીએ છીએ – આજે મારા ભાઈનો જન્મદિવસ છે. આ વીડિયો પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘સાપ કરડતા પહેલા ભાઈજાન ડાન્સ કરતાં. તે જ સમયે, કેટલાક યુઝર્સે તેમને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા.

આ પણ વાંચો : કેટરિના કૈફે સલમાન માટે લખ્યો ખાસ મેસેજ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરી કર્યું બર્થ-ડે વિશ

આપને જણાવી દઈએ કે સલમાન ખાનના જન્મદિવસની એક રાત પહેલા જ તેને સાપે ડંખ માર્યો હતો. સલમાન પોતાનો જન્મદિવસ મનાવવા માટે પનવેલના ફાર્મહાઉસ પહોંચ્યો હતો અને અહીં જ તેને સાપે ડંખ માર્યો હતો. સાપના ડંખ બાદ સલમાનને રાત્રે 3 વાગ્યે કામોથેની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે સ્વસ્થ થઈને પરત ફર્યો હતો. આ પછી પરિવાર અને મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : હાઈ હીલ્સમાં લથડ્યા મલાઈકા અરોરાના પગ, જુઓ વીડિયો

આ પણ વાંચો :વર્ષ 2021માં આ કારણોસર ચર્ચામાં રહ્યો સલમાન ખાન, કેટના લગ્નથી લઈને સાપના ડંખ સુધીની સફર

આ પણ વાંચો :આલિયા ભટ્ટની ‘PETA 2021 પર્સન-ઓફ-ધ-યર તરીકે પસંદગી કરવામાં આવી