international news/ ફ્રાન્સમાં સનાતન પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન, પેરિસમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ

BAPS Swaminarayan Temple France: પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. 6 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા થશે.

Top Stories World Trending
BAPS Swaminarayan Temple France: ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર

Paris News: ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું નિર્માણ (BAPS Swaminarayan Temple France) પૂર્ણ થયું છે. ભારતીય મંદિર સ્થાપત્ય અને આધુનિક ફ્રેન્ચ એન્જિનિયરિંગના સમન્વયથી તૈયાર થયેલું આ મંદિર ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તરીકે આકાર પામ્યું છે.

BAPS Swaminarayan Temple France: 6 સપ્ટેમ્બરે પ્રાણપ્રતિષ્ઠા

મંદિરની પ્રાણપ્રતિષ્ઠા (Paris Hindu Temple) અને લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ 6 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ પ્રાણપ્રતિષ્ઠા (Mahant Swami Maharaj) કરશે. આ પ્રસંગે 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’નું આયોજન કરવામાં આવ્યું છે.

42 દેશોમાંથી ભક્તો આવશે

BAPS Swaminarayan Temple France: ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર
BAPS Swaminarayan Temple France: ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર

આ વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં 42 દેશોમાંથી ભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહેવાની માહિતી આપવામાં આવી છે. મહોત્સવના આયોજનમાં આશરે 3,000 સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. શ્રદ્ધા, સેવા, પ્રેમ અને બંધુત્વના મૂલ્યોને ઉજાગર કરતા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ભારતીય કારીગરો અને ફ્રેન્ચ એન્જિનિયરોનું સંયુક્ત સર્જન

BAPS Swaminarayan Temple France: ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર

BAPS Swaminarayan Temple France: ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર

મંદિરની ડિઝાઇન પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના સિદ્ધાંતોને આધારે તૈયાર કરવામાં આવી છે. તેને ફ્રાન્સના બાંધકામ અને એન્જિનિયરિંગના ધોરણો અનુસાર સાકાર કરવામાં Arte Charpentier, Bateg (VINCI Construction) અને GS Construction સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. ભારતીય કારીગરોએ હાથથી કોતરેલા 1,000થી વધુ પથ્થરો અને કાષ્ઠના ભાગો મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાયા છે. પથ્થરોને ભારતમાં તૈયાર કરી કોડિંગ બાદ ફ્રાન્સ મોકલી અહીં એસેમ્બલ કરવામાં આવ્યા છે.

મંદિરની ભવ્ય સ્થાપત્ય રચના

લગભગ 5,000 ચોરસ મીટર વિસ્તારમાં બનેલા આ મંદિરમાં 5 શિખરો, 10 ઘુમ્મટ, 20 કંડારેલા સ્તંભ, 120 ઝરૂખા, 49 ચરિત્ર શિલ્પ પેનલ અને 4 સુશોભિત છત્રીઓ છે. મંદિરના નિર્માણમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલ ઉપરાંત અંબાજી, વિયેતનામ અને ઇટાલીના માર્બલ તેમજ ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો ઉપયોગ થયો છે. પરંપરાગત શિખરબદ્ધ મંદિરના નિર્માણમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જ્યારે માળખાકીય ફ્રેમવર્ક ફ્રેન્ચ આધુનિક એન્જિનિયરિંગ પદ્ધતિથી તૈયાર કરાયું છે.

પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ

મંદિર સંકુલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત આંતરધર્મ સંવાદ, શિક્ષણ અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હોલ, સ્પોર્ટ્સ હોલ, અલ્પાહારગૃહ અને ગિફ્ટ શોપનો સમાવેશ થાય છે. સસ્ટેનેબિલિટી માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ, LED સેન્સર લાઇટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

2થી 14 સપ્ટેમ્બર સુધી સાંસ્કૃતિક મહોત્સવ

‘Festival of Culture Paris’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

2થી 14 સપ્ટેમ્બર: વૈદિક મહાયજ્ઞ
2 સપ્ટેમ્બર: મહિલાઓ દ્વારા પાલખી યાત્રા
3 સપ્ટેમ્બર: સેન નદી પર 11 નૌકાઓ સાથે જળયાત્રા
5 સપ્ટેમ્બર: પેરિસના સીમાચિહ્નો પાસેથી 14 રથ સાથે નગરયાત્રા
6 સપ્ટેમ્બર: મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ
14 સપ્ટેમ્બર: હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ
2017માં મંદિર માટે જમીનની જાહેરાત

પેરિસમાં મંદિરના નિર્માણની પ્રક્રિયા લાંબી રહી છે. 2017માં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી સભા દરમિયાન બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 2021માં ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 2024માં સત્તાવાર બાંધકામ શરૂ થયું અને જાન્યુઆરી 2026માં ભારતમાં કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ પહોંચ્યું હતું.

પેરિસમાં BAPSની લાંબી આધ્યાત્મિક સફર

BAPS સાથે પેરિસનો સંબંધ પણ જૂનો છે. 1970માં પેરિસના ટૂંકા રોકાણ દરમિયાન યોગીજી મહારાજે સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. 1982માં એફિલ ટાવર નજીક નાના સમૂહ સાથે પેરિસમાં BAPSની પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. આ મંદિર માત્ર ઉપાસનાનું સ્થળ નહીં પરંતુ આંતરધર્મ સંવાદ, સાંસ્કૃતિક આદાનપ્રદાન, શિક્ષણ અને માનવસેવાનું કેન્દ્ર બનવાના હેતુ સાથે વિકસાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો: મહેસાણામાં ટ્યુશન જતી વિદ્યાર્થીનીને પીકઅપે અડફેટે લીધી, સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: શિષ્યવૃત્તિના પેન્ડિંગ કેસો મુદ્દે ABVP મેદાને, ગાંધીનગરમાં ધરણા

આ પણ વાંચો: સોશિયલ મીડિયાની અફવા સામે DyCM હર્ષ સંઘવીનું કડક વલણ, ભ્રામક પોસ્ટ કરનાર સામે FIR