Mehsana News/ મહેસાણામાં ટ્યુશન જતી વિદ્યાર્થીનીને પીકઅપે અડફેટે લીધી, સારવાર દરમિયાન મોત

Visnagar Highway Accident: મહેસાણાના દેલા ગામ નજીક વિસનગર હાઈવે પર ટ્યુશન જતા ભાઈ-બહેનને પીકઅપ ડાલાએ અડફેટે લીધા. ધોરણ-12ની વિદ્યાર્થીની ધીરજા ચૌધરીનું સારવાર દરમિયાન મોત થયું.

Gujarat Top Stories Others
Visnagar Highway Accident: પીકઅપની ટક્કરે ધોરણ-12ની વિદ્યાર્થીનીનું મોત

Mehsana News: મહેસાણા-વિસનગર હાઈવે પર દેલા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં (Visnagar Highway Accident) ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મોત થયું છે. ટ્યુશન માટે જતા મામા-ફોઈના ભાઈ-બહેનને પીકઅપ ડાલાએ અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટનાને પગલે પોલીસે અજાણ્યા પીકઅપચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Visnagar Highway Accident: ટ્યુશન જતા હતા ત્યારે અકસ્માત

મળતી માહિતી મુજબ, દેલા ગામ નજીક મહેસાણા-વિસનગર (Dela Village Accident)હાઈવે પર વિદ્યાર્થીની ધીરજા ચૌધરી પોતાના ભાઈ સાથે ટ્યુશન માટે જઈ રહી હતી. આ દરમિયાન એક પીકઅપ ડાલાએ બંનેને અડફેટે લીધા હતા. અકસ્મતામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત

અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલી ધીરજા ચૌધરીની હોસ્પિટલમાં સારવાર (Dheerja Chaudhary Death)ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન તેની તબિયત વધુ ગંભીર બનતાં તેનું મોત થયું હતું. ધીરજા ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્મત સર્જાયા બાદ પીકઅપચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે અજાણ્યા પીકઅપચાલક સામે ફરિયાદ નોંધી છે અને અકસ્માત સર્જનાર વાહન તથા ચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો અને પીકઅપચાલક કઈ દિશામાં ફરાર થયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે પીકઅપચાલક સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.


આ પણ વાંચો: સોશિયલ મીડિયાની અફવા સામે DyCM હર્ષ સંઘવીનું કડક વલણ, ભ્રામક પોસ્ટ કરનાર સામે FIR

આ પણ વાંચો: ‘મને હાથ કેમ કર્યો?’ કહી ભડક્યો રીક્ષા ચાલક, TRB જવાનને માર્યો; વચ્ચે પડેલા પોલીસકર્મીને પણ પાડ્યા

આ પણ વાંચો: ‘મારી પત્નીને તારું ઘર કેમ ભાડે આપ્યું?’ કહી ભડક્યો પતિ, પતિ સહિત 5 શખ્સોએ આધેડને ઢોર માર્યો