Gandhinagar News/ શિષ્યવૃત્તિના પેન્ડિંગ કેસો મુદ્દે ABVP મેદાને, ગાંધીનગરમાં ધરણા

વિદ્યાર્થીઓની બાકી શિષ્યવૃત્તિ (Scholarship Pending Application)ની રકમ તાત્કાલિક ચૂકવવા અને પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવા ABVP દ્વારા ગાંધીનગરમાં ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Scholarship Pending Application: શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓની મુશ્કેલી, ABVPએ ગાંધીનગરમાં ઉઠાવ્યો મુદ્દો

Gandhinagar News: રાજ્યના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (Scholarship Pending Application)ની રકમ સમયસર મળી રહે અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ABVPના કાર્યકર્તાઓએ ગાંધીનગરમાં ધરણા યોજી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સંબંધિત સમસ્યાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ABVP દ્વારા જણાવાયું છે કે રાજ્યની વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC, ST, SEBC, EWS સહિતના પાત્ર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ (Scholarship Pending Application)ની રકમ હજુ સુધી ઘણા કિસ્સાઓમાં ચૂકવાઈ નથી. સંગઠને સરકાર સમક્ષ બાકી રકમ તાત્કાલિક ચૂકવવાની સાથે પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવાની માંગ કરી છે.

Scholarship Pending Application:MYSY અને CMSS સહિતની યોજનાઓની રકમ સમયસર ન મળ્યાનો આક્ષેપ

ABVPના જણાવ્યા મુજબ, શિક્ષણ વિભાગ હેઠળ આવતી MYSY અને CMSS જેવી યોજનાઓ ઉપરાંત આદિજાતિ વિભાગની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં સમયસર જમા થતી નથી. સંગઠનનું કહેવું છે કે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિમાં વિલંબ અંગે રજૂઆતો મળી રહી છે. કેટલીક અરજીઓ વેરીફિકેશન, મંજૂરી અથવા પેમેન્ટના તબક્કે લાંબા સમયથી અટવાયેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બેંક અને DBT સહિતની પ્રક્રિયામાં સમસ્યાઓથી અરજીઓ અટવાઈ

ABVP દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે કેટલીક અરજીઓમાં બેંક સંબંધિત સમસ્યા, DBT પ્રક્રિયા, આધાર અથવા NPCI મેપિંગ, ઈન્સ્ટિટ્યૂટ વેરીફિકેશન સહિતના ટેકનિકલ અને વહીવટી કારણોસર શિષ્યવૃત્તિની ચુકવણી અટકતી હોવાની ફરિયાદો સામે આવી છે. શિષ્યવૃત્તિ (Scholarship Pending Application)ની રકમ સમયસર ન મળવાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સંબંધિત ખર્ચનું સંચાલન મુશ્કેલ બનતું હોવાનો ABVPએ મુદ્દો ઉઠાવ્યો છે.

ફી, પુસ્તકો અને હોસ્ટેલ ખર્ચમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

સંગઠનના જણાવ્યા પ્રમાણે શિષ્યવૃત્તિ પર નિર્ભર વિદ્યાર્થીઓને કોલેજ કે શાળાની ફી ઉપરાંત પુસ્તકો, હોસ્ટેલ, રહેવા-જમવા અને અન્ય શૈક્ષણિક ખર્ચાઓ માટે પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિષ્યવૃત્તિની ચુકવણીમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર વધારાનું આર્થિક ભારણ ઊભું થઈ રહ્યું હોવાનો ABVPએ દાવો કર્યો છે.

ABVPની સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ

ગાંધીનગર કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં ABVPએ વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ બાકી રહેલી રકમ શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવા માંગ કરી છે. સાથે જ વેરીફિકેશન, મંજૂરી અને પેમેન્ટ સહિતના તબક્કે પેન્ડિંગ રહેલી અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં આવે અને DBT, આધાર, NPCI મેપિંગ તથા અન્ય ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ABVPએ સ્પષ્ટપણે માંગ કરી છે કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (Scholarship Pending Application) માટે લાંબી રાહ જોવી ન પડે અને પાત્ર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય સમયસર મળી રહે તે માટે સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો:પાટણમાં પેપરલીક મુદ્દે ABVPનું ઉગ્ર આંદોલન, યુનિવર્સિટી ગેટ બહાર ચક્કાજામ

આ પણ વાંચો:ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો: જૂની અદાવતમાં ABVP કાર્યકરો સામે ફરિયાદ, માથામાં 3 ટાંકા

આ પણ વાંચો:GCAS પોર્ટલ વિવાદ: અમદાવાદમાં ABVPનો ઉગ્ર વિરોધ, ઓફિસનો દરવાજો તોડ્યો