Patan News: પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ (Patan ABVP Protest) પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડમાં પરીક્ષાના પેપર લીક થવાના મુદ્દા અને વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધ (Patan ABVP Protest)માં ABVPના કાર્યકરોએ યુનિવર્સિટી રોડ પર રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન પોલીસે 12 જેટલા આંદોલનકારી કાર્યકરોની અટકાયત કરી હતી.
Patan ABVP Protest: ઝારખંડમાં પેપરલીકનો પડઘો પાટણમાં
મળતી માહિતી મુજબ, ઝારખંડમાં JPSC અને JSSCની પરીક્ષાઓમાં પેપર લીક થવાના આક્ષેપોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ABVP દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઝારખંડમાં વિરોધ (Patan ABVP Protest) પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

ABVPના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધ (Patan ABVP Protest)માં ABVP દ્વારા દેશના વિવિધ સ્થળોએ વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

તેના ભાગરૂપે પાટણમાં પણ ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર એકત્ર થયા હતા. કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને ઝારખંડ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ (Patan ABVP Protest)ના કારણે યુનિવર્સિટી રોડ પર વાહનવ્યવહારને અસર થઈ હતી.

પાટણ વિભાગ સંયોજક રાહુલ દેસાઈએ આક્ષેપ કર્યો હતો કે, પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે દમનકારી કાર્યવાહી કરી રહી છે.

ABVPએ ઝારખંડ સરકાર સામે આકરા સવાલો ઉઠાવીને માંગ કરી છે કે, જો સરકાર સરકારી પરીક્ષાઓની પારદર્શિતા અને સુરક્ષા જાળવી શકતી ન હોય તો મુખ્યમંત્રી હેમંત સોરેનએ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ.રસ્તા રોકો આંદોલનને પગલે યુનિવર્સિટી રોડ પર સ્થિતિ તંગ બનતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યકરોને હટાવ્યા હતા. ત્યારબાદ પોલીસે 12 આંદોલનકારીઓની અટકાયત કરી હતી. પોલીસે કાર્યવાહી કર્યા બાદ વાહનવ્યવહારને ફરી શરૂ કરાવ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો: જૂની અદાવતમાં ABVP કાર્યકરો સામે ફરિયાદ, માથામાં 3 ટાંકા
આ પણ વાંચો:વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI-ABVP કાર્યકરો વચ્ચે મારામારી, કેમ્પસમાં હંગામો
આ પણ વાંચો:GCAS પોર્ટલ વિવાદ: અમદાવાદમાં ABVPનો ઉગ્ર વિરોધ, ઓફિસનો દરવાજો તોડ્યો
